મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ડીલરશીપના નામે ૧.૬૯ કરોડની છેતરપિંડીના ગુન્હામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત


SHARE











મોરબીમાં ડીલરશીપના નામે ૧.૬૯ કરોડની છેતરપિંડીના ગુન્હામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત

મોરબી તાલુકાનાં જેતપર ગામે રહેતા યુવાનને પેટ્રોલપંપની ડીલરશીપ આપવાના કરીને તેની સાથે ૧.૬૯ કરોડની છેતરપીંડી કરવામાં આવી હતી જે ગુનામાં આરોપીને પોલીસે પકડીને જેલ હવાલે કરેલ હતો અને તેના જામીન માટે અરજી કરી હતી જેમાં આરોપીના વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોરબીના જેતપર ગામે રહેતા હિરેનભાઈ ચંદુભાઈ અઘારા (29)એ વર્ષ 2019 માં છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ હતી કે તેને મોરબીમાં રિલાયન્સ પેટ્રોલપંપની ડીલરશીપ આપવાનું કહીને આરોપીએ તેને વિશ્વાસમાં લીધેલ હતી અને ત્યાર બાદ સમયાંતરે તેની પાસેથી અલગ અલગ બેંક  એકાઉન્ટમાં ૧.૬૯ કરોડ મેળવી લીધેલ છે ત્યારબાદ આરોપીરિલાયન્સ પેટ્રોલપંપની ડીલરશિપ અપાવી ન હતી અને રૂપિયા પણ પાછા આપેલ ન હતા જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી અને આ ગુનામાં આરોપી કૌશેલેન્દ્રકુમાર ઉર્ફે લલ્લુકુમાર રવીપ્રસાદ સુલતાના મહતો રહે. બિહાર વાળાની પોલીસે ધરપકડ કરી હતી અને ત્યાર બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા અને તે રિમાન્ડ પૂર્ણ થતા આરોપીએ જેલ હવાલે કરેલ હતો ત્યાર બાદ આરોપીના વકીલ મયુરભાઈ પુજારા મારફત મોરબી સેશન્સ કોર્ટમાં જામીન માટેની અરજી કરી હતી જેમાં આરોપી તરફે વકીલે ધારદાર દલીલો રજુ કરી હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજુર કર્યા છે.






Latest News