મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાંથી ૩૮ બોટલ દારૂ-૨૬ બીયર સાથે એક શખ્સ ઝડપાયો


SHARE









મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાંથી ૩૮ બોટલ દારૂ-૨૬ બીયર સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી તાલુકાનાં પાનેલી ગામે વાડીની ઓરડીમાં દારૂ હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૩૮ બોટલ દારૂ અને ૨૬ બીયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂ અને બીયર સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.

જાણવા મળી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પાનેલી ગામે હરખાભાઈ નાનજીભાઈ વઢરૂકિયાની વાડીની ઓરડીમાં દારૂ હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઓરડીમાંથી દારૂની ૩૮ બોટલ અને ૨૬ બીયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૨૩,૪૯૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી કૈલાશભાઈ પ્રવીણભાઈ અગેચણીયા રહે. પાનેલી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂ અને બીયર તે કયાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

નાસતો ફરતો આરોપી સાત વર્ષે પકડાયો

મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીને પકડવા માટે એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વર્ષ ૨૦૧૮ માં માળિયા તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી પ્રદીપ હરિભાઈ ફડકે રહે. નોર્થ ગોવા વાળા વિરુદ્ધ કોર્ટે સીઆરપીસી કલમ-૭૦ મુજબનું વોરંટ ઈશ્યુ કર્યું હતું જે આરોપી સાત વર્ષથી નાસતો ફરતો હોય આરોપી હાલ શીરોડા ગામ પોંડા નોર્થ ગોવા પોતાના ઘરે હોવાની બાતમી મળી હતી જેથી પોલીસે ત્યાં જઈને આરોપીને નોર્થ ગોવા ખાતે તેના ઘરેથી પકડીને મોરબી લઈ આવીને આગળની કાર્યવાહી માટે આરોપીને માળિયા પોલીસ હવાલે કરેલ છે.




Latest News