મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સી.આઈ.એસ.એફ.ના સ્થાપના દિવસની ઉજવણી કરાઇ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા


SHARE











મોરબી જીલ્લામાં સી.આઈ.એસ.એફ.ના સ્થાપના દિવસની ઉજવણી કરાઇ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તમિલનાડુના રાનીપેટ જિલ્લાના ઠક્કોલમ સ્થિત CISF પ્રાદેશિક તાલીમ કેન્દ્રથી વર્ચ્યુઅલી સાયક્લોથોનને લીલી ઝંડી આપી હતી. ત્યારે બાદ સાયકલ લઈને જવાનો લોકોમાં જાગૃતિ માટે રવાના થયેલ છે અને ગુજરાતના લખપતથી થયેલ સાઇકલ રેલી ગઇકાલે મોડી રાતે મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં પ્રવેશી હતી અને માળીયા તાલુકામાં ઓનેસ્ટ હોટલ પાસે અને સરવડ ગામે ધારાસભ્ય સહિતના લોકોની હાજરીમાં સાયકલ રેલીનું ભવ્ય સ્વાગત કરવાં આવ્યું હતું અને આજે સી.આઈ.એસ.એફ.ના સ્થાપના દિવસની ઉજવણી મોરબી જીલ્લામાં કરવામાં આવ્યા બાદ આ સાઇકલ યાત્રા જામનગર જિલ્લા તરફ રવાના થયેલ છે. ત્યારે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા, મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ દિલુભા જાડેજા (જયદીપ કંપની), ગોપાલભાઈ સરડવા, મોરબી શહેર ભાજપના પ્રમુખ રિશીપભાઈ કૈલા, મોરબી પાલિકાના માજી પ્રમુખ કેતનભાઈ વિલપરા, ભરતભાઇ અમૃતિયા, વિપુલભાઈ અઘારા, સંજયભાઇ વિરડીયા, જીલેશભાઇ કાલરિયા, સી.આઈ.એસ.એફ. રાજકોટના ડેપ્યુટી કમાન્ડન્ટ અમનદીપ સીરસવા, વિજીલન્સ અધિકારી અશોક વાળા સહિતના આગેવાનો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છેકે, "કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ" ની સ્થાપનાર તા.૧૦ માર્ચ ૧૯૬૯ ના રોજ કરવામાં આવી હતી અને આજે તેનો સ્થાપના દિવસ છે જેની ઉજવણી કરીને મોરબીથી સાઇકલ રેલીને આગળ બીજા જીલ્લામાં રવાના કરવામાં આવેલ છે.






Latest News