મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીના નીચીમાંડલ ગામ પાસે વાડીએથી સગીરાનું અપહરણ કરનારા આરોપીની ધરપકડ


SHARE











મોરબીના નીચીમાંડલ ગામ પાસે વાડીએથી સગીરાનું અપહરણ કરનારા આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના નીચીમાંડલ ગામની સીમમાં વાડીએ રહેતા પરિવારની સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયેલ હતી જેથી પોલીસે ભોગ નનાર સગીરાને શોધવા અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે અને સગીરાને શોધીને તેના માતા પિતાને હવાલે કરેલ છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાયેલ હતી જેમાં તા. 31/1/25 ના રાત્રીના નવેક વાગ્યાથી તા. 1/2/25 ના ત્રણેક વાગ્યાના વચ્ચેના કોઇપણ સમયે નીચી માંડલ ગામની સીમ વીનુભાઈ ભુદરભાઈ કુડારીયાની વાડીથી આરોપીએ ફરીયાદીની સગીર વયની દિકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપીને તેનું અપહરણ કર્યું હતું જેથી કરીને આ અંગેની તા.22/2/25 ના રોજ ફરિયાદ નોંધાયેલ હતો અને પોલીસે આરોપીને પકડવા માટે અને ભોગ બનેલ સગીરાને શોધવા માટેની તજવીજ શરૂ કરી હતી અને મોરબી તાલુકા પીઆઇ એસ.કે. ચારેલની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં ચંન્દ્રસિંહ કનુભાઇ પઢીયાર તથા પ્રફુલભાઇ હરખાભાઇને ટેકનિકલ વર્ક તથા હ્યુમન સોર્સથી માહિતી મળી હતી કે ભોગ બનનાર તથા આરોપી દેવગણા ગામની સીમ તાલુકો ધંધુકા જીલ્લો બોટાદમાં છે જેથી ત્યાંથી આરોપીને શોધી કાઢેલ છે અને સગીરાને હસ્તગત કરીને તે સગીરાને તેના માતા પિતાને સોંપી દેવામાં આવેલ છે. અને આરોપી સિલદર ઉર્ફે સીરધાર બોદરાભાઈ બધેલ રહે. નીચી માંડલની સીમ નરેન્દ્રભાઈ અંબારામભાઈ પારેજીયાના ખેતરમાં મુળ રહે. હોલી ફળીયુ ઈન્દ્રસીંહ ચોકી અલીરાજપુર એમપી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News