મોરબીમાં અયોધ્યાપૂરી અને વાવડી રોડે દારૂની બે રેડ: 21 બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા
વાંકાનેર તાલુકામાં નોંધાયેલ દુષ્કર્મ-પોકસોના ગુનોમાં 6 વર્ષે આરોપી પકડાયો
SHARE






વાંકાનેર તાલુકામાં નોંધાયેલ દુષ્કર્મ-પોકસોના ગુનોમાં 6 વર્ષે આરોપી પકડાયો
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અગાઉ દુષ્કર્મનો ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં છેલ્લા 6 વર્ષથી આરોપી નાસતો ફરતો હતો તે આરોપીને એલ.સી.બી/ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પકડી પડેલ છે અને આરોપીને વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કરેલ છે.
મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીની સૂચનાથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશનુ આયોજન કર્યું છે અને એલસીબીના પીઆઇ એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કામગીરી ચાલી રહી છે તેવામાં પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઈ વાઘેલા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને સંયુક્તમાં ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, વાકાનેર તાલુકામાં વર્ષ 2019માં દુષ્કર્મ અને પોકસોની એક ફરિયાદ નોંધાયેલ હતી જે ગુન્હાના કામનો આરોપી અજય ગીધારભાઇ બારીક રહે.ચંદામાની બાળેશ્વર (ઓરીસ્સા) વાળો હાલે ઢુવા-માટેલ રોડ પર આવેલ ટોરીસ બાથવેર સીરામીકના કારખાનામાં આવેલ છે જેથી હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી અજય ગયાધરભાઇ બારીક (28) રહે. ચંદામાની તાલુકો બાલીયાપાલ જીલ્લો બાલેશ્વર (ઓરીસ્સા) વાળો મળી આવ્યો હતો જેથી કરીને તેને પકડીને આગળની કાર્યવાહી માટે વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.


