જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ મોરબીના અમરાપર (ના.) ગામે જીલરીયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના મંદિરે જગદગુરુ શંકરાચાર્યજી-પૂર્વ મુખ્યમંત્રીની હાજરીમાં પાટોત્સવ ઉજવાશે કચ્છમાં સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે દમયંતીબેન નિરંજનીની વરણી મોરબીના મકનસર ગામેથી 2 બાળકો, 3 પુરુષો અને 5 મહિલા સહિત કુલ 10 બાંગ્લાદેશી ઝડપાયા મોરબી : ડુપ્લીકેટ  બિયારણ, ખાતર,દવા વેચાણકારો સરકારમાં હાવી અને જગતતાત લાચાર કેમ ? ખેડૂતોનો મૃત્યુઘંટ વગાડનાર પરીપત્ર રદ કરવા માંગ મોરબી : માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને મળ્યો પર્યાવરણ સંરક્ષક એવોર્ડ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં હસ્તકલાના કૌશલ્યને કળીની જેમ ખીલવતી ગુલાબ સખી મંડળની મહિલાઓ
Breaking news
Morbi Today

હળવદના પ્રતાપગઢ પાસે ટ્રેક્ટર પાછળ બોલેરો અથડાવીને યુવાનનું મોત નિપજાવનાર શખ્સ સામે ગુનો નોંધાયો


SHARE













હળવદના પ્રતાપગઢ પાસે ટ્રેક્ટર પાછળ બોલેરો અથડાવીને યુવાનનું મોત નિપજાવનાર શખ્સ સામે ગુનો નોંધાયો

માળીયા હળવદ હાઇવે રોડ ઉપર આવેલ પ્રતાપગઢ ગામના પાટીયા પાસે પેટ્રોલ પંપની નજીક આગળ જતાં ટ્રેક્ટરની પાછળના ભાગમાં બોલેરો ગાડી અથડાઈ હતી જે અકસ્માતના બનાવમાં ડ્રાઇવરની ખાલી સાઈડમાં બેઠેલા યુવાનને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પત્નીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલેરો ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે દરબાર શેરીમાં રહેતા મીનાબા મંગળસિંહ પરમાર (39)હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલેરો ગાડી નંબર જીજે 36 ટી 6365 ના ચાલક વિનોદભાઈ સિધાભાઇ કોળી રહે. નવા દેવળીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે માળિયા હળવદ હાઈવે રોડ ઉપર આવેલ પ્રતાપગઢ ગામના પાટીયા પાસે નારાયણ પેટ્રોલ પંપ સામેથી આરોપી પોતાના હવાલા વાળી બોલેરો ગાડી લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની બાજુની સીટ ઉપર ફરિયાદીના પતિ મંગળસિંહ અનોપસિંહ પરમાર (38) બેઠેલા હતા દરમિયાન આગળ જતા ટ્રેક્ટર નંબર જીજે 36 એએલ 9201 ની ટ્રોલીમાં બોલેરો ગાડી અથડાઈ હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં મંગળસિંહ પરમારને ગંભીર ઈજા માથાના ભાગે થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જાયા બાદ બોલેરો ગાડીનો ચાલક સ્થળ ઉપર પોતાનું વાહન છોડીને નાશી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પ્રમુખ સ્વામી સોસાયટી-2 સંગાથ-3 એપાર્ટમેન્ટના બ્લોક નંબર 304 માં રહેતા ભરતભાઈ ગોવિંદભાઈ સાણંદિયા (36) નામનો યુવાન બાઈક નંબર જીજે 3 એફએ 9241 લઈને ટંકારાની લતીપર ચોકડી પાસે ઓવરબ્રિજ ઉપરથી પસાર થયો હતો ત્યારે પાછળના ભાગેથી ટ્રક નંબર જીજે 3 એટી 1848 ના ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં યુવાન રસ્તા ઉપર નીચે ટકાતા તેને બંને પગમાં ફ્રેક્ચર જેવી ઇજા થયેલ છે અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક નાસી ગયેલ હોય હાલમાં ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News