કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા હળવદના જુના ઇશનપુર ગામે જમવા બાબતે બોલચાલી કરીને યુવાનને 3 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે ગેરેજ પાસેથી કચરો ઉપાડવાનું કહેતા દુકાનદારને પાવડાના હાથા વડે માર માર્યો ટંકારા નજીક કારખાનામાં કામ દરમ્યાન માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો, હિસ્ટ્રીશીટરો, ટપોરીઓ સહિતની સામે પોલીસની કાર્યવાહી


SHARE







મોરબીમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો, હિસ્ટ્રીશીટરો, ટપોરીઓ સહિતની સામે પોલીસની કાર્યવાહી

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય, લોકોમાં સુરક્ષા અને સલામતિ અનુભાવાય અને ગુંડા તત્વો વિરૂધ્ધ કડક શિક્ષત્મક કાર્યવાહિ કરવામાં રેન્જ આઇજી અશોક કુમાર તરફથી સૂચના આપવામાં આવેલ હતી જેથી મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ ગઇકાલે સાંજે 5 થી 8 સુધી મોરબીના વીસીપરામાં ફુટ પેટ્રોલીંગ-કોમ્બિંગ કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ વાહન ચેકીંગ દરમ્યાના 534 વાહન ચેક કર્યા હતા અને ત્યારે લાયસન્સ વગરના-7, નંબર પ્લેટ વગરના- 13, કાળા કાચ વાળા-8 વાહન ચાલકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ 40 વાહનો ડીટેઇન કરેલ તેમજ 86 એન.સી. કરીને 39,800 દંડ લીધેલ હતો. તેમજ રાહદારીને અડચણ રૂપ થાય તે રીતે વાહન રાખનાર અથવા તો ભયજનક રીતે વાહન ચલાવનાર 4 સામે ગુના નોંધેલ છે. આ ઉપરાંત કોમ્બીંગ દરમ્યાન ચોરી કરવાના ઇરાદે નિકળનાર શંકાસ્પદ 5 ઇસમો પકડાયેલ હતા, જાહેરમાં હથિયાર લઇને નિકળનાર 7 ઇસમો મળી આવતા તેની સામે ગુના નોંધેલ છે અને 61 હોટલ-ધાબા તથા 40 ઝુપડા દંગાઓ ચેક કરવામાં આવ્યા હતા તેમજ અવાર નવાર ગુનો કરવાની ટેવ વાળા 46 ઇસમો તેમજ 8 હિસ્ટ્રીશીટરો, 77 એમ.સી.આર. કાર્ડ વાળા ઇસમો, 40 બુટલેગરો, 2 જાણીતા જુગારીયા અને 57 ટપોરીઓને ચેક કરવામાં આવ્યા હતા અને કુલ મળીને દારૂના 42 કેસ અને જુગારના બે કેસ શોધી કાઢ્યા હતા.






Latest News