મોરબીના વીસીપરામાં બાવળની જાળીમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા
SHARE









મોરબીના વીસીપરામાં બાવળની જાળીમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા
મોરબીના વીસીપરા વિસ્તારમાં કેશવાનંદ બાપુના આશ્રમની સામેના ભાગમાં બાવળની જાળીમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ત્રણ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 3,380 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાયેલ છે.
જાણવા મળતી વિગત મુજબ મોરબી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં કેશવાનંદ બાપુના આશ્રમની સામેના ભાગમાં બાવળીની જાળીમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કિશોરભાઈ બચુભાઈ કોળી (55) રહે. ધોળેશ્વર રોડ વીશીપરા મોરબી, સનીભાઈ ચંદુભાઈ અઘારા (28) રહે. કુલીનગર-1 મોરબી અને કરણભાઈ રમેશભાઈ અગેચાણીયા (24) રહે. કુલીનગર-2 મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 3,380 ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે
વરલી જુગાર
મોરબીની માધાણી શેરી પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દિનેશભાઈ ચક્રભુજભાઇ કારીયા (65) રહે. માધાણી શેરી મોરબી વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવતા પોલીસે તેની પાસેથી 450 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
