મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

ટંકારાના ઘુનડા ગામની સીમમાંથી જીવિત બાળકને દાટીને ત્યજી દેનાર અજાણી મહિલા સામે ગુનો નોંધાયો: બાળક પોલીસની દેખરેખ હેઠળ સારવારમાં


SHARE













ટંકારાના ઘુનડા ગામની સીમમાંથી જીવિત બાળકને દાટીને ત્યજી દેનાર અજાણી મહિલા સામે ગુનો નોંધાયો: બાળક પોલીસની દેખરેખ હેઠળ સારવારમાં

મોરબી જિલ્લામાં નવાગામથી અદેપર ગામ તરફ જવાના રસ્તા ઉપર ટંકારા તાલુકાના ઘુનડા ગામની સીમમાંથી કારખાના નજીક જમીનમાં દાટી દીધેલ બાળક જીવિત હાલતમાં મળી આવ્યું હતું જેથી કરીને તેને તાત્કાલિક મોરબી સિવિલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં અજાણી સ્ત્રી તેમજ તપાસમાં જેના નામ ખૂલે તે તમામ સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અને હાલમાં જે બાળક સારવાર હેઠળ છે તેની પણ પોલીસ વિભાગ દ્વારા કાળજી લેવામાં આવી રહી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવાગામથી અદેપર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ લક્ષદીપ કારખાના સામે વીડી વિસ્તારમાં જમીન નીચેથી બાળકને રડવાનો અવાજ આવતો હતો જેથી કરીને સ્થળ ઉપર જે માટી હતી તે માટીને દૂર કરવામાં આવતા નીચેથી જીવિત હાલતમાં એક બાળક મળી આવ્યું હતું અને જે જગ્યા ઉપર બાળકને માટીની નીચે દાટવામાં આવ્યું હતું ત્યાં મીઠું પણ નાખવામાં આવ્યું હતું જેથી અનેક તર્કવિતર્ક થવા લાગ્યા હતા જો કે, માટીના ઢગલા નીચેથી જે બાળક મળી આવ્યું હતું તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને તે બાળક હાલમાં પણ ત્યાં સારવારમાં જ  છે અને ટંકારા પોલીસ દ્વારા ત્યાં તે બાળકની કાળજી લેવામાં આવી રહી છે.

અત્રે ઉલેખનીય છે કે, બાળક જે સ્થળ ઉપરથી મળી આવ્યું હતું તે સ્થળ ટંકારા તાલુકાના ઘુનડા ગામની સીમનો વિસ્તાર હોવાથી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોઈ અજાણી સ્ત્રી તથા તપાસમાં જેના નામ ખુલે તે તમામની સામે ગુનો નોંધીને તાજા જન્મેલા ત્રણ ચાર દિવસના બાળકને ત્યજી દેનાર તથા જમીનમાં ખાડો ખોદીને મીઠું નાખીને તે બાળકને જમીનમાં દાટી દેનાર સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ટંકારા પોલીસે તજવીજ શરૂ કરે છે આ અંગેની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વાય.એસ.પરમાર ચલાવી રહ્યા છે

બાળકની માહીતી આપવા પોલીસની અપીલ

ગત તા.19/3 ના સાંજના સમયે ટંકારાના ધુનડા (સ) ગામની સીમમાં નવાગામ રોડ ઉપર આવેલ લક્ષદિપ કારખાના સામે વીડીમાથી એક તાજુ જન્મેલ બાળક (પુરૂષ) મળી આવ્યું છે જેના વાલી વારસ મળી આવેલ નથી અને બાળકને ત્યજી દેનાર આરોપી પણ મળી આવેલ નથી જેથી પોલીસે બાળકની ઓળખ અને ત્યજી દેનારની માહિતી હોય તો તે આપવા માટે લોકોને અપીલ કરી છે વધુમાં પોલીસે જણાવ્યુ છે કે, બાળક મળી આવેલ ત્યારે તેના શરીરે સામુહીક આરોગ્ય કેન્દ્ર ભાભર લખેલ ગુલાબી કલરના કપડા પહેરેલ છે. હાલમાં આ બાળક મહીલા પોલીસ દેખરેખ હેઠળ રાખેલ છે જેથી બાળકને લગતી કોઈપના માહિતી હોય તો ટંકારા પોલીસ સ્ટેશનના મો.નં. 63596 26076, ટંકારાના પીઆઇ કે.એમ. છાસીયાના મો.નં. 63596 26075 અને મોરબી જીલ્લા કંટ્રોલ રૂમ મો.નં. 74339 75943 ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News