મોરબીની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ચેકિંગ: ગેરકાયદે રહેતા આસામીઓને નોટીસ ફટકારી
શેખપીરથી પાલારા જેલ સુધી બાયપાસ રોડ બનાવવા કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીજીને સાંસદ વિનોદભાઇ ચાવડાની રજૂઆત
SHARE








શેખપીરથી પાલારા જેલ સુધી બાયપાસ રોડ બનાવવા કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીજીને સાંસદ વિનોદભાઇ ચાવડાની રજૂઆત
લોકસભા સત્ર દરમ્યાન સડક પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નિતિનભાઈ ગડકરીજીની રૂબરૂ મુલાકાત લઈ ભીમાસર - અંજાર - ભુજ - ખાવડા - ધર્મશાળા સુધી નવ નિર્મિત બનતો નેશનલ હાઇવે નંબર ૩૪૧ ભુજ શહેરમાંથી પસાર થાય છે તેને શેખપીર થી પાલારા સુધી બાયપાસ રોડ બનાવવા માટે રજૂઆત કરી હતી. ત્યારે મંત્રી નિતિનભાઈ ગડકરીજીએ રજૂઆતની નોંધ લઈ વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે માટે સકારાત્મક અભિગમ દાખવેલ છે
વધુમાં સાંસદે જણાવ્યું હતું કે ૧૫૨ કી.મી નું રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૩૪૧ કચ્છ ભીમાસર - અંજાર - ભુજ - ખાવડા - ધર્મશાળા બનાવવાનું કાર્ય ચાલુમાં છે, જે ધોરીમાર્ગ ભુજ સીટી માંથી પસાર થાય છે, તેથી ઘર, ઇમારત, દુકાનો હટાવવા પડે, હજારો લોકો વિસ્થાપિત થાય, સડક સુરક્ષા સબંધી તકલીફો થાય તેમ છે. લોકોની ભલાઈ અને પ્રદુષણ ને રોકવા વૈકલ્પિક માર્ગ ને કારણે નિર્બોધ આવા જાહી થાય તે જરૂરી છે, બન્ની પશ્ચિમ, પાશી, ખાવડા ની સાથે ધર્મશાળા સુધી આ રોડ બનતાં રાષ્ટ્ર સેવા સમર્પિત સરહદના સંત્રી, અકલ્પનીય વિકાસ, રણોત્સવ, ધોળાવીરા ઐતિહાસિક હડ્ડપન સંસ્કૃતિ સ્થળો નો વિકાસ થશે. તેમ જણાવતાં સાંસદે સડક પરિવહન મંત્રી નિતિન ગડકરીજી નો આભાર વ્યક્ત કર્યો હતો. તેમની સાથે રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહ ઝાલા જોડાયા હતા, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૨૭ પર મોરબી માટે નવો બાયપાસ રોડ બનાવવા રજૂઆતો કરી હતી.
