22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર નજીક ડમ્પર ચાલકે ઇકો ગાડીને ટક્કર મારતા આધેડનું મોત: ત્રણને ઇજા


SHARE









મોરબીના લક્ષ્મીનગર નજીક ડમ્પર ચાલકે ઇકો ગાડીને ટક્કર મારતા આધેડનું મોત: ત્રણને ઇજા

મોરબી માળીયા હાઇવે રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ પાસે ઓવરબ્રિજ નજીકથી ઇકો ગાડી પસાર થઈ રહી હતી ત્યારે ગાડીને પાછળથી ડમ્પર ચાલકે ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ઈકો ગાડીમાં બેઠેલા ચાર વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી જે પૈકી એક આધેડને ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી હાલમાં ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને પોલીસે ડમ્પરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પાડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રાતાવિરડા નજીક આવેલ દિયાન પેપરમીલના લેબર કવાર્ટરમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા વિનોદકુમાર અશોકકુમાર કુર્મી (22) નામના યુવાને ડમ્પર નંબર જીજે 39 ટી 1334 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ પાસે ઓવરબ્રિજ નજીકથી ફરિયાદી તેની ઈકોગાડી નંબર જીજે 36 એએફ 0684 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેની ઈકોગાડીની પાછળના ભાગમાં ડમ્પર ચાલકે પોતાનું વાહન અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદી ઉપરાંત ગાડીમાં બેઠેલા સંજુસિંહ ઠાકોર, ઉમેશ યાદવ અને શિવઅવતાર વર્માને ઈજાઓ થઈ હતી જેમાં શિવઅવતાર મંગાભાઈ વર્મા (50)ને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું હાલમાં ઇજાગ્રસ્ત યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને વધુમાં ફરિયાદી સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, તેની ગાડીમાં બેઠેલા સંજુસિંહ ઠાકોર, ઉમેશ યાદવ અને શિવઅવતાર વર્મા ગાળા ગામ નજીક આવેલ અતિથિ પેપર મિલમાં હતા ત્યારે ત્યાં ઝઘડો કર્યો હતો જેથી કરીને તે ત્રણેયને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને બોલાવેલ હોવાથી તેને પોતાની ગાડીમાં બેસાડીને ત્યાં લઈને જતો હતો ત્યારે અકસ્માતનો બનાવ બનેલ છે.




Latest News