મોરબીમાં આજે મુખ્યમંત્રીની હાજરીમાં 900 કરોડ થી વધુના વિકાસ કાર્યોનું કરાશે લોકાર્પણ-ખાતમહુર્ત
મોરબીમાં ચોકલેટ દઈને મોબાઈલ બતાવવાની લાલચ આપીને 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ
SHARE







મોરબીમાં ચોકલેટ દઈને મોબાઈલ બતાવવાની લાલચ આપીને 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર પાસે આવેલ કારખાનામાં રહેતા પરિવારની દસ વર્ષની દીકરીને હવસખોર શખ્સે દુષ્કર્મનો ભોગ બનાવેલ છે અને આ સગીરાને ચોકલેટની લાલચ આપીને તેના શરીર ઉપર અડપલા કર્યા હતા અને ત્યાર બાદ સગીરા સાથે દુષ્કર્મ આચાર્યું હતું જેથી ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે પોકસો, દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ અન્ય રાજ્યમાંથી રોજી રોટી મેળવવા માટે થઈને મોરબી ઘણા પરિવારો આવે છે આવી જ રીતે એક પરપ્રાંતીય પરિવાર મોરબી તાલુકાના કેરાળા (હ.) ગામની સીમ વિસ્તારમાં આવેલ કારખાનામાં આવ્યો હતો અને ત્યાં રહીને મજૂરી કામ કરતો હતો અને તે પરિવારની 10 વર્ષની દીકરીને ચોકલેટ આપી મોબાઈલ બતાવવાની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને આરોપીએ સગીરાની છાતી અને શરીરે અડપલા કર્યા હતા.ત્યારબાદ સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. જેથી ભોગ બનેલ સગીરાના પરિવારજન દ્વારા આ બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભરત ભગીરથ માલવીયા રહે.મૂળ એમપી હાલ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસ મથકના પીઆઇ એસ.કે.ચારેલ દ્રારા હાલમાં પોકસો, દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે જુદી-જુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવેલ છે.
મારામારીમાં ઇજા
મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં રહેતા ગૌતમભાઈ અજાભાઈ ચૌહાણ (49) નામના વ્યક્તિને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા આવી જ રીતે મોરબીના નવલખી રોડ પર આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતા જયેશભાઈ લાભુભાઈ દેગામા (30) ને રાત્રિના નવેક વાગ્યાના અરસામાં મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બંને બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.
સાપ કરડી જતાં સારવારમાં
મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સોના સિરામિક ખાતે લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા રમેશ રૂગનાથસિંહ ગુણવાન (34) નામના યુવાનને સાપ કરડી જતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

