મોરબીમાં ચોકલેટ દઈને મોબાઈલ બતાવવાની લાલચ આપીને 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ
મોરબીના પ્રાંત અધિકારી સમક્ષ 602 વાળી જમીન માટે બેચર ડુંગરના બે મરણના દાખલા-બે ચતુર દિશા દર્શાવતુ રેકર્ડ આવ્યું તો ખરાઈ કેમ ન કરાવી ?: અધિકારીઓમાં ચર્ચા
SHARE







મોરબીના પ્રાંત અધિકારી સમક્ષ 602 વાળી જમીન માટે બેચર ડુંગરના બે મરણના દાખલા-બે ચતુર દિશા દર્શાવતુ રેકર્ડ આવ્યું તો ખરાઈ કેમ ન કરાવી ?: અધિકારીઓમાં ચર્ચા
મોરબીના વજેપર ગામે આવેલ સર્વે નંબર 602 વાળી જમીનમાં આયોજન પૂર્વકનું કૌભાંડ કરવામાં આવ્યો હોય તેવી શક્યતાઓને નકારી શકાતી નથી કારણ કે, જે તે સમયે મોરબીના પ્રાંત અધિકારી સમક્ષ જે વાંધા અરજી મૂળ માલિક દ્વારા રજુ કરવામાં આવી હતી તેની સાથે રજૂ કરવામાં આવેલા મરણના દાખલા તથા સામાપક્ષેથી રજૂ કરવામાં આવેલ મરણના દાખલામાં તારીખ જુદીજુદી હોવા છતાં પણ પ્રાંત અધિકારી દ્વારા આ બંને મરણના દાખલાની સંબંધિત કચેરીમાંથી ખરાઈ કરવા માટેની તસ્તી લેવામાં આવી ન હતી આ ઉપરાંત જે જમીનની વાત છે તે જમીનની ચતુર દિશા બંને પક્ષેથી જુદીજુદી રજૂ કરવામાં આવી હતી તો પણ મૂળ જમીનની બંને પક્ષેથી દર્શાવવામાં આવી હતી તેમાં વિસંગતતા જોવા મળતી હતી તેમ છતાં પણ સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીઓને સ્થળ ઉપર મોકલીને તે જમીન અંગેની ખરાઈ કરાવવામાં આવી ન હતી અને શાંતાબેન બેચરભાઈ ડાભી નામની મહિલાની વારસાઈ નોંધ અને પ્રમાણિત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો જેથી આ ગંભીર બેદરકારી કહી શકાય તેવું અધિકારી સૂત્રોમાં ચર્ચા રહ્યું છે
મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર જુદી જુદી જગ્યાએ અનેક વખત જમીન કૌભાંડો થયેલા છે અને જમીન કૌભાંડમાં મૂળ માલિક દ્વારા સ્થાનિક લેવલેથી લઈને હાઇકોર્ટ સુધી જ્યારે લડત આપવામાં આવે છે ત્યારે તે લોકોની જમીન માંડમાંડ બચે આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે આવી જ ઘટના કંઈક મોરબીમાં બનેલ છે અને મોરબીમાં વજેપર સર્વે નંબર 602 વાળી જમીન કે જે વર્ષોથી બેચર ડુંગરના નામથી રેવન્યુ રેકર્ડ ઉપર નોંધાયેલ છે તે જમીનમાં આયોજન પૂર્વકનું કૌભાંડ કરવામાં આવ્યું હતું અને તેમાં અનેક લોકોની સંડોવણી હોવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી તેમ છતાં પણ પોલીસ વિભાગ દ્વારા ભોગ બનેલ પરિવાર પાસેથી બોગસ આધાર પુરાવા આધારે વારસદાર બનેલ મહિલા તથા તે મહિલા દ્વારા જે વ્યક્તિને જમીનનું વેચાણ કરવામાં આવ્યું છે તે આમ કુલ મળીને બે વ્યક્તિ સામે નામ જોગ ફરિયાદ લેવામાં આવી છે અને અન્ય આરોપીઓને છાવરવા તથા બચાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેઓ ગંભીર આક્ષેપ ભોગ બનેલા વૃદ્ધના પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે જો મોરબીના પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવેલા વારસાઈ નોંધને પ્રમાણિત કરવાના હુકમને ધ્યાને લેવામાં આવે તો ખરેખર આ આયોજન પૂર્વકનું જ જમીન કૌભાંડ હતું તે પુરવાર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.
સૂત્રોના કહેવા મુજબ 1959 થી બેચર ડુંગરના નામથી વજેપર સર્વે નંબર 602 વાળી જમીન રેવન્યુ રેકર્ડમાં છે અને આ જમીનમાં કોઈ અન્ય વારસદારની એન્ટ્રી પાડેલ ન હોવાથી તેનો લાભ લઈને કૌભાંડ આચરવા માટે થઈને કૃત્ય કરવામાં આવ્યું હોય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી કારણકે જ્યારે જમીનના મૂળ માલિકના દીકરા ભીમજીભાઇ બેચરભાઈ નકુમ તથા દેવકણભાઈ બેચરભાઈ નકુમ અને પૌત્ર કરમશીભાઈ અજાભાઈ નકુમ તથા છગનભાઈ હીરાભાઈ નકુમ દ્વારા જ્યારે વાંધા અરજી વારસાઈ નોંધ સામે રજૂ કરવામાં આવી હતી ત્યારે સામાપક્ષે શાંતાબેન બેચરભાઈ ડાભી અને મહેસુલી તલાટી મંત્રી હતા અને જેના નામે જમીન વર્ષોથી છે તે બેચર ડુંગરનો ભીમજીભાઇ તરફથી તા 19/12/1999 ના રોજ મરણ ગયેલ હોવાનો મરણનો દાખલો રજૂ કરવામાં આવ્યો હતો જ્યારે સામાપક્ષેથી શાંતાબેન બેચરભાઈ ડાભી દ્વારા બેચર ડુંગરનો તા. 8/3/1976 નો મરણનો દાખલો રજૂ કરવામાં આવ્યો હતો આમ પ્રાંત અધિકારી સમક્ષ આ કેસમાં મરણના બે દાખલા રજૂ થયા હતા તેમ છતાં પણ તેને સંબંધિત વિભાગ એટલે કે મોરબી નગરપાલિકા કચેરીમાંથી આ બંને મરણના દાખલાની ખરાઈ કરાવવા માટેની તસ્તી કેમ લીધી ન હતી ?
આટલું જ નહીં પરંતુ ભીમજીભાઇ નકુમ દ્વારા જગ્યાની ચતુર દિશા જે દર્શાવવામાં આવી હતી તે અને શાંતાબેન ડાભી દ્વારા જે જગ્યાની ચતુર દિશા દર્શાવવામાં આવી હતી તેમાં પણ વિસંગતતા જોવા મળતી હતી તેમ છતાં પણ પ્રાંત અધિકારી દ્વારા રેવન્યુ વિભાગના જવાબદાર અધિકારી કે કર્મચારીને સ્થળ ઉપર મોકલાવીને ખરેખર જગ્યાની ચતુર દિશા શું છે તે અંગેની ખરાઈ કરવા માટેની પણ તસ્તી કેમ લેવામાં આવી ન હતી અને વાંધેદારની વાંધા અરજી નામંજૂર કરીને તા. 16/7/2024 ના રોજ રેવન્યુ રેકોર્ડમાં દાખલ કરવામાં આવેલ વારસાઈ નોંધ નંબર 23871 ને પ્રમાણિત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો જેથી કરીને આ આયોજનપૂર્વકનું જમીન કૌભાંડ હોવાની શક્યતાઓને નકારી શકાતી નથી ત્યારે ગંભીર બેદરકારી રાખનારા અધિકારીની જો સમગ્ર જમીન કૌભાંડ બાબતે પૂછપરછ કરવામાં આવશે તો જ આ સમગ્ર ઘટનામાં સત્ય બહાર આવશે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી.

