મોરબીમાં આજે મુખ્યમંત્રીની હાજરીમાં 900 કરોડ થી વધુના વિકાસ કાર્યોનું કરાશે લોકાર્પણ-ખાતમહુર્ત
SHARE







મોરબીમાં આજે મુખ્યમંત્રીની હાજરીમાં 900 કરોડ થી વધુના વિકાસ કાર્યોનું કરાશે લોકાર્પણ-ખાતમહુર્ત
મોરબી જિલ્લાને આજે ૨૬ માર્ચના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં 900 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ મળવાની છે અને તેઓ દ્વારા જુદાજુદા વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.
આજે બપોરે અઢી વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબી આવી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સમગ્ર મોરબી જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેના માટે ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઈ સોમાણી, દુર્લભજીભાઈ દેથરિયા અને પ્રકાશભાઈ વરમોરા સહિતના આગેવાનો અને હોદેદારો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે અને ખાસ કરીને કાર્યક્રમમાં કરોડો રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવનાર છે જેમાં મોરબી જિલ્લાના લોકોને ખાસ કરીને રોડ રસ્તાના કામોની સૌથી મોટી ભેટ મળશે તે નિશ્ચિત છે.
હાલમાં માર્ગ મકાન વિભાગના અધિકારી દિગ્વિજયસિંહ સોલંકી પાસેથી મળેલ માહિતી મુજબ મોરબી જિલ્લામાં અનેક વિકાસ કાર્યોનું આજે મુખ્યમંત્રી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે જેમાં 570 કરોડથી વધુના સ્ટેટ આરએન્ડબીના વર્ષ 2024-25 માં જે કામો મંજૂર કરવામાં આવેલ છે તેની જાહેરાત કરવામાં આવશે તેમજ નવા 100 કરોડના વિકાસ કામોની આજે મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવશે
તેમજ જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારી દિવ્યેશભાઇ બાવરવા પાસેથી મળેલ માહિતી મુજબ જિલ્લાના જુદાજુદા તાલુકામાં કુલ મળીને 49 કામ જેની કિંમત 187 કરોડથી વધુની થાય છે તેનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે અને મોરબી જીલ્લામાં વિકાસની ગતિ ઝડપી બની તેના માટે અનેક નવા પ્રકલ્પોની ભેટ આજે મળશે

