મોરબીના ખરેડા ગામે કૂતરાએ બચકાં ભરી લેતા 4 વર્ષના બાળકનું મોત​​​​​​​  વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો મોરબીની આર્ટસ કોલેજમાં NSSના સ્વયંસેવિકા બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા મોરબીમાં રવિવારે જૈનોના ચાતુર્માસ પ્રારંભ,ગુરુદેવ સંત સતીજીઓની પધરામણી પ્રવેશ પ્રસંગની ભવ્ય ઉજવણી મોરબીના રવાપર ગામે સરદાર સેનાની આગેવાનીમાં શનિવારે રાતે કિસાન સંમેલન મોરબીના વીસીપરામાં ગારો ખીચડ અને ગંદકીનું સામ્રાજ્ય, લોકો ત્રાહિમામ: મેયર-કમિશનરને કરાઇ રજૂઆત મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલ સંકલનની બેઠકમાં રોડ રિપેરિંગ, વરસાદી પાણી-ગંદકીના નિકાલ માટે આવી રજૂઆતો કચ્છ લોકસભાના સાંસદ વિનોદ ચાવડાનું વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સ યુકે દ્વારા સન્માન
Breaking news
Morbi Today

મોરબી : કારખાનામાં કેમ આવ્યો કહીને યુવાન ઉપર ત્રણ લોકોને હુમલો


SHARE







મોરબી : કારખાનામાં કેમ આવ્યો કહીને યુવાન ઉપર ત્રણ લોકોને હુમલો

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર પાસે આવેલ સિરામિક યુનિટમાં કેમ આવ્યો તેમ કહીને યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો જે અંગે ફરિયાદ નોંધાવા પામી છે.

હાલ બી ડીવીજન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ શહેરના પાડા પુલ નીચે નદીના પટમાં રહેતો હરેશ રાજુ દંતાલીયા જાતે દેવીપૂજક નામનો ૨૬ વર્ષનો યુવાન વાંકાનેર હાઇવે ઉપરના લાલપર ગામ પાસે કલ્યાણ સીરામીકમાં હયો હતો ત્યાં તેને "અહીં કારખાનામાં કેમ આવ્યો છો..?" તેમ કહીને વિરેન્દ્રસિંહ સોઢા, ભમરસિંગ રાવત અને વિશાલ ડોડીયા નામના ત્રણ લોકોએ હરેશને ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી સારવાર લીધા બાદ હરેશ દેવીપુજકે ઉપરોક્ત ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસ મથકના એ.આર.ઝાપડીયાએ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

 

યુવાન સારવારમાં

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતો વિજય ચકુભાઈ સોલંકી નામનો ૩૫ વર્ષીય યુવાને તેના ઘેર કોઈ કારણોસર ટાઇલ્સ ક્લીનર (લાઇઝોલ) પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લવાયો હતો બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ વશરામભાઇ મેતાએ તપાસ શરૂ કરી હતી.જ્યારે મોરબીના સુરજબાદની પાસે જાહેરમાં આવતા જતા લોકો પાસેથી વરલી જુગારના આંકડા લખીને વરલી જુગાર રમતા અને રમાડતા મહંમદ હસન સુમરા જાતે સંધી (૩૨) રહે.વનાળીયા તા.મોરબી વાળાની રોકડા રૂપિયા છસો સાથે ધરપકડ કરવામાં આવી હતી.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ

 






Latest News