મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

મોરબી : કારખાનામાં કેમ આવ્યો કહીને યુવાન ઉપર ત્રણ લોકોને હુમલો


SHARE

















મોરબી : કારખાનામાં કેમ આવ્યો કહીને યુવાન ઉપર ત્રણ લોકોને હુમલો

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર પાસે આવેલ સિરામિક યુનિટમાં કેમ આવ્યો તેમ કહીને યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો જે અંગે ફરિયાદ નોંધાવા પામી છે.

હાલ બી ડીવીજન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ શહેરના પાડા પુલ નીચે નદીના પટમાં રહેતો હરેશ રાજુ દંતાલીયા જાતે દેવીપૂજક નામનો ૨૬ વર્ષનો યુવાન વાંકાનેર હાઇવે ઉપરના લાલપર ગામ પાસે કલ્યાણ સીરામીકમાં હયો હતો ત્યાં તેને "અહીં કારખાનામાં કેમ આવ્યો છો..?" તેમ કહીને વિરેન્દ્રસિંહ સોઢા, ભમરસિંગ રાવત અને વિશાલ ડોડીયા નામના ત્રણ લોકોએ હરેશને ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી સારવાર લીધા બાદ હરેશ દેવીપુજકે ઉપરોક્ત ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસ મથકના એ.આર.ઝાપડીયાએ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

 

યુવાન સારવારમાં

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતો વિજય ચકુભાઈ સોલંકી નામનો ૩૫ વર્ષીય યુવાને તેના ઘેર કોઈ કારણોસર ટાઇલ્સ ક્લીનર (લાઇઝોલ) પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લવાયો હતો બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ વશરામભાઇ મેતાએ તપાસ શરૂ કરી હતી.જ્યારે મોરબીના સુરજબાદની પાસે જાહેરમાં આવતા જતા લોકો પાસેથી વરલી જુગારના આંકડા લખીને વરલી જુગાર રમતા અને રમાડતા મહંમદ હસન સુમરા જાતે સંધી (૩૨) રહે.વનાળીયા તા.મોરબી વાળાની રોકડા રૂપિયા છસો સાથે ધરપકડ કરવામાં આવી હતી.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ

 




Latest News