જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ મોરબીના અમરાપર (ના.) ગામે જીલરીયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના મંદિરે જગદગુરુ શંકરાચાર્યજી-પૂર્વ મુખ્યમંત્રીની હાજરીમાં પાટોત્સવ ઉજવાશે કચ્છમાં સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે દમયંતીબેન નિરંજનીની વરણી મોરબીના મકનસર ગામેથી 2 બાળકો, 3 પુરુષો અને 5 મહિલા સહિત કુલ 10 બાંગ્લાદેશી ઝડપાયા મોરબી : ડુપ્લીકેટ  બિયારણ, ખાતર,દવા વેચાણકારો સરકારમાં હાવી અને જગતતાત લાચાર કેમ ? ખેડૂતોનો મૃત્યુઘંટ વગાડનાર પરીપત્ર રદ કરવા માંગ મોરબી : માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને મળ્યો પર્યાવરણ સંરક્ષક એવોર્ડ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં હસ્તકલાના કૌશલ્યને કળીની જેમ ખીલવતી ગુલાબ સખી મંડળની મહિલાઓ
Breaking news
Morbi Today

વાંકાનેરના વેપારી યુવાનને ટેલીગ્રામથી સંપર્ક કરીને ટાટા પ્રોજેકટના નામે જોબ વર્ક આપવાનું કહીને 48 લાખથી વધુની છેતરપિંડી


SHARE













વાંકાનેરના વેપારી યુવાનને ટેલીગ્રામથી સંપર્ક કરીને ટાટા પ્રોજેકટના નામે જોબ વર્ક આપવાનું કહીને 48 લાખથી વધુની છેતરપિંડી

વાકાંનેરના રસીકગઢ ગામે રહેતા વેપારી યુવાનને ટાટા પ્રોજેકટના નામે જોબ વર્ક આપવાની ટેલીગ્રામ દ્રારા વાતચીત કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેની પાસે જુદીજુદી બેન્કના જુદાજુદા એકાઉન્ટમાં ક્રમશઃ 48,03,885 નું રોકાણ કરાવ્યુ હતું અને તે રૂપિયા પાછા આપેલ ન હતા જેથી કરીને યુવાન સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવેલ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાકાંનેરના રસીકગઢ ગામે રહેતા વેપારી યુવાન મકબુલહુસૈનભાઇ અલીભાઇ માથકીયા (38) હાલમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ટેલીગ્રામ Ragavi (@Ragavi09612436) ના યુઝર, ટેલીગ્રામ એકાઉન્ટ Customer Care  @Customer_Care_Expereince) ના યુઝર, વોટસએપ નંબર +91 84013 12617 ના યુઝર, જુદાજુદા 7 યુ.પી.આઇ આઇ.ડી. ના ધારકો તેમજ સિટી યુનિઓન બેન્ક, ઈન્ડિયન બેન્ક, ફેડરલ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, કેબીએલ બેન્ક અને બીઓબી બેન્કના જુદાજુદા 19 એકાઉન્ટના ધારકો તેમજ તપાસમાં જેના નામ સામે આવે તેની સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગત તા 29/1/25 થી 19/2/25 દરમ્યાન ફરિયાદી વાકાંનેરમાં મોનાલી ચેમ્બરમાં અરબાબ એજન્સીના નામની તેની દુકાને હતો ત્યારે આરોપીઓએ તેને ટાટા પ્રોજેકટના નામે જોબ વર્ક આપવાની ટેલીગ્રામ દ્રારા વાતચીત કરી હતી અને તેમાં ફરિયાદીને ઘરે બેઠા રૂપીયા કમાવવાની લોભામણી લાલચ આપવામાં આવી હતી અને ત્યાર બાદ ક્રમશઃ તેની પાસેથી 48,03,885 નું રોકાણ કરાવ્યુ હતું જો કે, ફરિયાદી રૂપીયા પરત માંગ્યા હતા ત્યારે આરોપીઓએ હજુ ટેકસની રકમ ભરો તો જ રૂપીયા પરત મળશે તેમ કહીને ફરિયાદીને તેના રૂપિયા પાછા આપેલ ન હતા જેથી કરીને આરોપીઓએ કાવતરું કરીને ફરિયાદીની સાથે વિશ્વાસધાત અને છેતરપીંડી કરી હોવાથી યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે બીએનએસની કલમ 316 (2), 319 (2), 318 (4), 61 (2) તથા આઇ.ટી એકટ કલમ 66 (ડી) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News