મોરબીના માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા મહાનાટક જાણતારાજાના આયોજન માટે તડામાર તૈયારીઓ શરૂ
રાષ્ટ્રીય પર્યાવરણ-ખનિજ સંરક્ષણ મંચના ગુજરાત રાજ્ય પ્રમુખ પદે મોરબીના જીજ્ઞેશભાઈ પટેલની વરણી
SHARE








રાષ્ટ્રીય પર્યાવરણ-ખનિજ સંરક્ષણ મંચના ગુજરાત રાજ્ય પ્રમુખ પદે મોરબીના જીજ્ઞેશભાઈ પટેલની વરણી
રાષ્ટ્રીય પર્યાવરણ અને ખનિજ સંરક્ષણ મંચના ગુજરાત રાજ્ય સલાહકાર ભાનુભાઈ મેર અને મિશન નવ ભારતના ઉપપ્રમુખ રવિ વિરવાણીની ભલામણ ઉપર તમને રાષ્ટ્રીય પર્યાવરણ અને ખનિજ સંરક્ષણ મંચના ગુજરાત રાજ્ય પ્રમુખ તરીકે જીજ્ઞેશભાઈ ધરમશીભાઈ પટેલ (અમદાવાદ) વરણી કરવામાં આવેલ છે.
આ સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ લક્ષ્મી નારાયણ આમેટા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અનિરુદ્ધ મિશ્રા, રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ બાજપાઈ, રાષ્ટ્રીય ખજાનચી અશ્વિની ત્રિવેદી અને રાષ્ટ્રીય સલાહકાર કિશોર કોઠારી તેમજ કમલ શાહએ કહ્યું હતું કે, માત્ર આશા જ નથી પરંતુ સંપૂર્ણ વિશ્વાસ છે. જીજ્ઞેશભાઈ ધરમશીભાઈ પટેલ રાષ્ટ્રના પુનઃનિર્માણમાં પ્રામાણિકતા અને પારદર્શિતા સાથે કામ કરશે. અને તેઓના કાર્યથી ભારતના સર્વોચ્ચ ગૌરવનું આપણા સૌનું સ્વપ્ન સાકાર થશે.

