મોરબીના ગેસ કટીંગના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો મોરબીમાં ચેક રિટર્નના કેસમાં વેપારીને એક વર્ષની સજા-બમણી રકમનો દંડ મોરબી-કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળની ટીમે બાલંભા પાસે ૫૦ પાડા ભરેલ ટ્રક પકડયો મોરબીમાં વેપારના બાકી પૈસા લેવા માટે ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો-ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબી સિવિલે સારવાર માટે ખસેડાયેલ અજાણ્યા યુવાનનું મોત: ઓળખ મેળવવા તજવીજ મોરબીમાં રહેતા પરિવારની દીકરીના જન્મ દિવસની અનોખી ઉજવણી કરાઇ વાંકાનેરના મહીકા-ઠેબચડા રોડનું ખાત મુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કર્યું મોરબીમાંથી 68 રખડતા ઢોરને મહાપાલિકાની ટીમે પકડ્યા
Morbi Today

મોરબીમાં બીમારીથી કંટાળીને મહિલાએ જીવનનો અંત આણ્યો


SHARE















મોરબીમાં બીમારીથી કંટાળીને મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર નવજીવન સ્કૂલની પાછળના ભાગમાં આવેલ ગૌરી પાર્ક સોસાયટીમાં “માં હાઈટ્સ” એપાર્ટમેન્ટમાં રહેતી પરણીતાએ પોતાની બીમારીથી કંટાળીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી દીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મહિલાનો પતિ હોસ્પિટલે લઈને લાવ્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના રવાપર ઘુડા રોડ ઉપર નવજીવન સ્કૂલની પાછળના ભાગમાં આવેલ ગૌરી પાર્ક સોસાયટીમાં “માં હાઈટ્સ” એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 302 માં રહેતા વિશાલભાઈ દિનેશભાઈ સવસાણીના પત્ની નિરાલીબેન વિશાલભાઈ સવસાણી (30)એ પોતાના ઘરની અંદર છાતમાં લગાવેલ પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને 108 મારફતે તાત્કાલિક તેને હોસ્પિલતે લાવ્યા હતા અને ત્યાં ડોક્ટરે જોઈ તપાસીને મહિલાને મૃત જાહેર કરી હતી અને આ બનાવ અંગેની મૃતક મહિલાના પતિએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે છેલ્લા છએક વર્ષથી વિચાર વાયુ જે મગજની બીમારી મહિલાને હતી તેનાથી કંટાળીને આ મહિલાએ પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે તેવું મૃતકના પરિવારજન પાસેથી પોલીસને જાણવા મળ્યું છે જેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

મોરબીના ભડીયાદ રોડ ઉપર આનંદ પાનની સામેના ભાગમાં જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રાજુભાઈ કેશુભાઈ ચૌહાણ (58રહે. ભડીયાદ રોડ ભડીયાદ કાંટા પાસે વેલનાથ બાપુના મંદિરની પાછળ મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી 7,100 ની રોકડ કબજે કરી હતી અને તે અફઝલ ઉર્ફે જલો અકબરભાઈ સમા રહે. સોઓરડી મોરબી વાળા પાસે કપાત કરાવતો હોવાનું સામે આવ્યું હતું જેથી બંને શખ્સોની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને અફઝલ ઉર્ફે જલો માને પકડવા માટે પોલીસે તજવીજ હાથ જાય છે






Latest News