માળીયા (મી) તાલુકામાં મિશન નવ ભારત સંગઠનની ટિમ જાહેર કરાઇ
SHARE








માળીયા (મી) તાલુકામાં મિશન નવ ભારત સંગઠનની ટિમ જાહેર કરાઇ
મોરબી જિલ્લા મિશન નવ ભારતના પ્રમુખ રામભાઈ જીલરીયા દ્વારા માળીયા (મી) તાલુકામાં મિશન નવ ભારતના પ્રમુખ પદે હિતેશભાઇ દસાડીયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને હવે આખી ટિમ જાહેર કરી દેવામાં આવેલ છે.
મિશન નવ ભારત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેર, ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ પ્રથમભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા પ્રમુખ રામભાઈ જીલરિયા દ્વારા માળીયા તાલુકા સંગઠનની જાહેરાત કરવામાં આવેલ છે જેમાં પ્રમુખ પદે હિતેશભાઈ દસાડીયાની વરણી કરેલ છે તે ઉપરાંત મહામંત્રીમાં દિવ્યરાજસિંહ જાડેજા અને નવધણભાઈ વકાતર, ઉપપ્રમુખમાં અમિતભાઇ દેવદાનભાઈ લાવડીયા, ધર્મેશભાઈ કાલરિયા, મિલનભાઈ ભરતભાઈ વિડજા, ધનેશ્વરભાઈ વ્યાસ, પ્રવિણભાઈ રવાભાઈ અને જયદીપભાઈ સવસેટા અને મંત્રી પદે સાગરભાઈ હસમુખભાઈ કૈલા, મયુરભાઈ રામભાઈ ડાંગર, વિજયભાઈ લાખાભાઈ ડાંગર, મહેશભાઈ ધિરજભાઈ લખતરીયા, મનિષભાઈ નાગજીભાઈ દેત્રોજા, મિલનભાઈ મનસુખભાઈ પટેલ, નયનભાઈ પ્રવિણભાઇ વિડજા અને કોષાધ્યક્ષમાં દિલીપભાઈ શંભુભાઈ સીતાપરાની વરણી કરવામાં આવેલ છે.

