મોરબી ગાંધીબાગમાં સફાઈ કરાવી ગાંધીજીની પ્રતિમા પાછળ ગેરકાયદેસર રીતે જાહેર મુતરડી બની ગયેલ હોય તે બંધ કરાવવા વેપારીઓ-સામાજિક કાર્યકરોની માંગ
મોરબીની મુખ્ય ગણાતી પરા બજાર પાસે આવેલ ગાંધી બાગમાં સફાઈનો અભાવ હોય અને ત્યાં પાર્કિંગ યોગ્ય રીતે થતું ન હોય તથા ગાંધીજીની પ્રતિમા પાછળ જાહેર મુતરડી બની ગઈ હોય આ તમામ દુષણોને દૂર કરાવી યોગ્ય પગલાં લેવા માટે ત્યાંના વેપારીઓ તથા સામાજિક કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવેલ છે.
મહા નગરપાલીકા કમીશ્નર, જીલ્લા કલેકટર તથા એસ.પી. ને પત્ર લખીને કરવામાં આવેલ રજૂઆતમાં જણાવવામાં આવેલ છેકે પોસ્ટ ઓફીસની સામે આવેલ ગાંધીબાગમાં ટુ-વ્હીલરોની ચોરી થાય છે.તેમજ ગાંધીજીની પ્રતીમા છે ત્યાં અંધકાર છવાયેલ હોવાથી કાયમી ધોરણે લાઇટો તથા સી.સી.ટી.વી. કેમેરા મુકાવા જોઇએ કેમ કે અહીંયા આજુબાજુની દુકાનો વાળા તથા બહારથી આવતા લોકો અહીંયા ખુલ્લામાં પેસાબ કરે છે અને ગંદકી ફેલાવે છે અને કચરાના ઢગલા પણ બગીચામાં કરવામાં આવે છે.તો તે તાત્કાલીક અસરથી પગલા લેવા અને કાર્યવાહી કરવી જોઇએ.
ત્યાંના વેપારીઓ તેમજ મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, ગીરીશભાઈ કોટેચા વિગેરેએ કરેલી રજૂઆતમાં જણાવેલ છે.મોરબીમાં આવેલ પોસ્ટ ઓફીસની સામે ગાંધીબાગમાં વાહન પાર્કીંગની સુવીધા વેપારીઓ અને પોસ્ટ ઓફીસ તથા બેંકે આવનારા લોકો માટે આ સુવીધા રાખવામાં આવેલ છે અને વેપારીઓ તથા આવેલ લોકોએ પોતાનું વાહન આ પાર્કીંગમાં લોક મારીને રાખેલ હોવા છતા કોઈ લુખા તત્વો લોક તોડીને મોટર સાઇકલોની ઉઠાંતરી કરી જાય છે.વાહન પાર્કિંગમાં રાખેલ હોય તેમ છતા પણ આવા અઠંગ ઉઠાવગીરો વાહનનું લોક તોડીને ઉપાડી જતા હોય અને એસ.બી.આઈ બેંકની સામે આવેલ સુર્યોદય કોમ્પ્લેક્ષમાં દુકાનો ધરાવતા વેપારીઓના વાહનો આ ગાંધીબાગ પાર્કીંગમાંથી ઉપડી ગયેલ છે તેમજ બીજા અન્ય લોકો ખરીદી કરવા માટે આવતા હોય તેઓના પણ વાહનો ઉપડી ગયેલ છે.જે અંગે ગાંધીબાગમાં સારી મરકયુરી લાઇટ અને સી.સી.ટી.વી. કેમેરા અને એક ચોકીદાર પણ મુકવાની અત્યંત જરૂર છે જેથી શહેર મોરબી મહાનગર પાલીકા તેમજ બીજી અન્ય કોઈ કચેરીના અંડરમાં જો આવતુ હોય તો તે કચેરી દ્રારા કાર્યવાહી કરવા અરજ કરાયેલ છે.
તેમજ ગાંધીબાગ પાર્કીંગ પાછળ, જે.પી. માર્કેટ ખાતે દુકાન ધરાવતા વેપારીઓએ જણાવા પ્રમાણે તેઓ ત્યાં દુકાન ધરાવે છે. અને વેપાર ધંધો કરે છે. છેલ્લા ઘણા સમયથી અમારી દુકાન પાછળના ભાગે આવેલ ગાંધીબાગમાં ખુબ જ ગંદકી, કચરો એકઠો થયેલ છે અને આ ગાંધીબાગ પાર્કીંગમાં ઘણાં લોકો સામે સૌચાલય હોવા છતાં તેઓ બગીચામાં પેશાબ કરે છે અને ગંદકીઓ કરે છે જેનાં લીધે ત્યાં ખુબ જ વાસ આવે છે અને મચ્છરોનો ઉપદૂવ થાય છે.તેથી અમો અમારી દુકાનમાં બેસી પણ શકતા નથી ખુબ જ વાંસ આવે છે અને મચ્છરજન્ય બીમારીઓનું ભોગ બનવુ પડે છે.તથા ત્યાં એકઠો થયેલો કચરો અમુક લોકો ધ્વારા બાળવામાં આવે છે ત્યારે અમારી દુકાનની દિવાલોને નુકશાન થાય છે અને આસપાસ વાહનો પાર્કીંગ કરેલા આગજની જેવા બનાવો બનવાની શકયતા વધી જાય છે.તેમજ ગાંધીબાગ પાર્કીંગની વ્યવસ્થીત સફાઈ કરી ત્યાં કાયમી ધોરણે સ્વચ્છતાં જળવાઈ રહે અને આસપાસના લોકોને ત્યાં પેશાબ કરતાં તથા કચરો ફંકી ગંદકી કરતાં અટકાવવા રજુઆત કરાયેલ છે.અમોએ આ અગાઉ પણ નગરપાલીકાને અનેક વખત રજુઆતો કરેલ છે.છતાં પણ આજ દિવસ સુધી તેનો કોઈ ઉકેલ આવેલ નથી...! હાલમાં મહાનગર પાલીકા થતાં વેપારીઓ આશા રાખી રહ્યા છે કે હવે કામ થશે.