મોરબીમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનારની માનસિક સ્થિતિ સારી ન હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું
મોરબીના મહેન્દ્રનગર પાસેથી ગુમ થયેલ બાળકીનું પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ
SHARE








મોરબીના મહેન્દ્રનગર પાસેથી ગુમ થયેલ બાળકીનું પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ
મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીની સુચના અને ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં દરેક પોલીસ સ્ટેશનમાં "SHE TEAM" કાર્યરત કરવામાં આવેલ છે અને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન તા.૨૭ ના રોજ સવારના અગિયાર વાગ્યે મહેન્દ્રનગર પાસેથી આશરે પાંચ વર્ષનું બાળકી મળી આવી હતી જેથી તે બાળકીના વાલીવારસ શોધવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ વાલીવારસ મળી આવેલ ન હતા જેથી તેને પોલીસ સ્ટેશન ખાતે લઇ આવ્યા હતા અને બી ડિવિઝનની સી ટીમે બાળકીનો કબ્જો સંભાળી લીધો હતો અને હિન્દીમાં બોલતા બાળકીને વિશ્વાસમાં લઈને તેના માતા પિતા વિષે પૂછ્યું હતું ત્યારે મહેન્દ્રનગર પાસે આવેલ હનુમંત એપાર્ટમેન્ટમાં વોચમેનનું કામ કરતા મનોજભાઇ બલબીરભાઇ થાપા (30) વાળાને શોધી ખાતરી કરી હતી અને તે બાળકીને તેના વાલીને સોંપી આપવામાં આવી હતી તેવી માહિતી બી ડિવિઝનના પીઆઇ એન.એ.વસાવા પાસેથી જાણવા મળેલ છે.

