મોરબીના ડો.જયેશ પનારા અને કોમલબેન પનારા-પ્રજ્ઞાબેન જીવાણી લેખિત પુસ્તક પુસ્તકોનું વિમોચન કરાયું
મોરબીમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનારની માનસિક સ્થિતિ સારી ન હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું
SHARE









મોરબીમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનારની માનસિક સ્થિતિ સારી ન હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું
મોરબી જુના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં એક વ્યક્તિએ કાર ઉપર પગ રાખીને ટ્રાફિકજામ કર્યો હતો અને જલરામ બાપાની જય બોલે છે ત્યાર બાદ તે વ્યક્તિએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા જેનો વિડીયો સોશિઅલ મીડિયામાં વાયરલ થયેલ હતો જેથી મોરબી એ ડીવીજન પોલીસ ત્યાં પહોંચી હતી અને તે શખ્સને પોલીસ સ્ટેશને લઈ આવીને પૂછપરછ કરવામાં આવી હતી તો તેનું નામ જીતેશભાઈ ઉર્ફે જીતુ હસમુખ મીરાણી (49) રહે. વસંત પ્લોટ મોરબી વાળો હોવાનું સામે આવ્યું હતું અને તેની માનસિક સ્થિતિ સારી ન હોવાનું તે વ્યક્તિના પરિવારજન પાસેથી જાણવા મળેલ છે. અને એક વર્ષ સુધી તેને યદુનંદન આશ્રમ લીલાપર રોડ ખાતે પણ રાખવામા આવ્યો હતો. અને હાલમાં પણ તેની સારવાર ચાલુ છે તે અંગેની પોલીસે ખરાઈ કરી હતી અને ત્યાર બાદ જીતુભાઇ મીરાણીને તમેના ભાઈ સાથે યદુનંદન આશ્રમ ખાતે સારવારમા મોકલવામાં આવેલ છે.
