મોરબીના મહેન્દ્રનગર પાસેથી ગુમ થયેલ બાળકીનું પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ
હળવદ-મોરબીમાં દારૂની જુદીજુદી 4 રેડ: 72 બોટલ અને 100 લિટર દારૂ કબ્જે, બે પકડાયા બેની શોધખોળ
SHARE








હળવદ-મોરબીમાં દારૂની જુદીજુદી 4 રેડ: 72 બોટલ અને 100 લિટર દારૂ કબ્જે, બે પકડાયા બેની શોધખોળ
હળવદના કેદારીયા ગામ તથા મોરબી શહેર તેમજ તાલુકા વિસ્તારમાં જુદી જુદી ચાર જગ્યા ઉપર દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી પોલીસ દ્વારા કુલ મળીને 72 બોટલ દારૂ તેમજ એક બંધ મકાનમાંથી 100 લિટર દેશી દારૂ કબજે કરવામાં આવેલ છે જેથી કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદના કેદારીયા ગામના નેસડા તરીકે ઓળખાતા સિમ વિસ્તારમાં વોકળામાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેને આધારે હળવદ તાલુકા પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 54 બોટલો મળી આવી હોય પોલીસે 34,614 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આ દારૂનો જથ્થો ચેતનભાઇ ભરતભાઈ કોળી રહે. કેદારીયા તાલુકો હળવદ વાળાનો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ હરિઓમ પાર્ક સોસાયટીના નાકા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બાર બોટલો મળી આવી હતી જેથી પોલીસે 6,744 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી ઈશ્વરભાઈ બાવજીભાઈ ફુલતરીયા (56) રહે. હરિઓમ સોસાયટી ભડીયાદ રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના ઘૂટુ ગામની સીમમાંથી ઊંચી માંડલ ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની છ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 3,214 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી અજયભાઈ મનુભાઈ ડોડીયા (26) રહે. આનંદ એપાર્ટમેન્ટની પાછળ મહેન્દ્રનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.
100 લિટર દેશી દારૂ
મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ કબીર ટેકરી શેરી નં-4 માં રહેતા મોસીનભાઈ કુરેશીના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર બંધ રહેણાંક મકાનમાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંથી 100 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 20 હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોસીનભાઈ માહમદભાઈ કુરેશી રહે. કબીર ટેકરી શેરી નં-4 મોરબી વાળાની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

