હળવદ-મોરબીમાં દારૂની જુદીજુદી 4 રેડ: 72 બોટલ અને 100 લિટર દારૂ કબ્જે, બે પકડાયા બેની શોધખોળ
વાંકાનેરમાં ટાઉન હોલના ખુલ્લા પટમાં જુગારની રેડ: પાંચ શખ્સો પકડાયા, એક ફરાર
SHARE








વાંકાનેરમાં ટાઉન હોલના ખુલ્લા પટમાં જુગારની રેડ: પાંચ શખ્સો પકડાયા, એક ફરાર
વાંકાનેરના માર્કેટ ચોક પાસે ટાઉન હોલના ખુલ્લા પટમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગારીઓમાં નાશ ભાગ મચી હતી જો કે, પોલીસે સ્થળ ઉપરથી પાંચ શખ્સોની 1870 ની રોકડ સાથે ધરપકડ કરેલ છે અને નાસી છૂટેલા એક આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર સિટી પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે માર્કેટ ચોક પાસે ટાઉન હોલના ગ્રાઉન્ડમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમી રહેલા શખસોમાં નાશ ભાગ મચી ગયેલ હતી જો કે, પોલીસે સ્થળ ઉપરથી સંદીપભાઈ અંબારામભાઈ માંડાણી (31) રહે. ભાટિયા સોસાયટી વાંકાનેર, હાર્દ સતીશચંદ્ર ઓઝા (29) રહે. રામચોક વાંકાનેર, આકાશ સતીશચંદ્ર ઓઝા (32) રહે. રામચોક વાંકાનેર, સલીમભાઈ દાઉદભાઈ વડગામા (58) રહે. સિટી સ્ટેશન રોડ વાંકાનેર અને મનીષ જગદીશભાઈ ભાટી (32) રહે. વીસીપરા વાંકાનેર વાળાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી 1,870 ની રોકડ કબજે કરી છે જોકે, પોલીસની રેડ દરમિયાન મુકેશ નાજાભાઇ ગોહેલ રહે. ભરવાડપરા વાંકાનેર વાળો નાસી છૂટેલ છે જેથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કુલ છ શખ્સો સામે ગુનો નોંધવામાં આવેલ છે અને આરોપી મુકેશ ગોહેલને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે.

