વાંકાનેરમાં ટાઉન હોલના ખુલ્લા પટમાં જુગારની રેડ: પાંચ શખ્સો પકડાયા, એક ફરાર
હળવદના જુના રાયસંગપર ગામે વૃદ્ધાના કાનની બુટ તોડી નાખીને સોનાના બે તોલાના 1.25 લાખની કિંમતના ઠોરીયાની ત્રણ શખ્સોએ કરી લૂંટ
SHARE








હળવદના જુના રાયસંગપર ગામે વૃદ્ધાના કાનની બુટ તોડી નાખીને સોનાના બે તોલાના 1.25 લાખની કિંમતના ઠોરીયાની ત્રણ શખ્સોએ કરી લૂંટ
હળવદના જુના રાયસંગપર ગામે વૃદ્ધા પોતાના ઘરે હતા ત્યારે રાત્રિના ત્રણેક વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા ત્રણ શખ્સો તેના ઘરમાં આવ્યા હતા અને દરવાજો ખટખટવ્યો હતો જેથી વૃદ્ધાએ દરવાજો ખોલતાની સાથે જ તેને નીચે પાડી દીધા હતા ત્યારબાદ તેના કાનમાં પહેરેલ સોનાના ઠોરીયા કાનની બુટ તોડી નાખીને ખેંચી લીધા હતા અને કુલ મળીને 1.25 લાખ રૂપિયાના દાગીનાની લૂંટ કરવામાં આવી હતી જેથી વૃદ્ધાની ફરિયાદ લઈને અજાણ્યા ત્રણ શખ્સોની સામે લૂંટનો ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ હળવદના જુના રાયસંગપર ગામે રહેતા રૂખીબેન બાવલભાઈ તારબૂંદિયા (75)એ હાલમાં અજાણ્યા ત્રણ શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લૂંટની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ અને તેના પતિ તા. 27 ના રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે સૂતા હતા ત્યારે રાત્રિના અજાણ્યા ત્રણ શખ્સો તેમના ઘરે આવ્યા હતા અને ઘરનો દરવાજો ખટખટાવતા હતા જેથી ફરિયાદીએ દરવાજો ખોલતાની સાથે જ આરોપીઓએ ફરિયાદીને નીચે પાડી દીધા હતા અને તેના ડાબા કાનમાં પહેરેલ સોનાના ઠોરિયાને ખેંચીને કાનની બુટ તોડી નાખી હતી તેમજ જમણા કાનમાં પહેરેલ સોનાના ઠોરીયાને કાઢીને લઈ ગયા હતા આમ કુલ મળીને બે તોલા સોનાના વજનના ઠોરિયાની અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા લૂંટ કરવામાં આવેલ છે જેથી કરીને 1.25 લાખ રૂપિયાની કિંમતના દાગીનાની લૂંટ થઈ હોવાની ભોગ બનેલ વૃદ્ધાની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.જે. ધાધલ ચલાવી રહ્યા છે.

