વાંકાનેરમાં ગાડીના બોનેટ ઉપર પેલેસ્ટાઇનનો ઝંડો લગાવીને નીકળવા મામલે ગુનો નોંધાયો
SHARE









વાંકાનેરમાં ગાડીના બોનેટ ઉપર પેલેસ્ટાઇનનો ઝંડો લગાવીને નીકળવા મામલે ગુનો નોંધાયો
વાંકાનેર શહેરમાં જકાતનાકા તરફ જવાના રસ્તા ઉપરથી બે દિવસ પહેલા રાત્રીના સમયગાળા દરમિયાન ત્રણ ગાડીઓ પસાર થઈ હતી તે પૈકીની એક ગાડી ઉપર પેલેસ્ટાઇનનો ઝંડો લગાવવામાં આવ્યો હતો અને અન્ય બે ગાડી ઉપર લીલા કલરના ઝંડા લગાવવામાં આવ્યા હતા જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને તે અંગેની તપાસ કરીને પોલીસ દ્વારા હાલમાં જુદી જુદી ત્રણ કારના ચાલકો સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ તાજેતરમાં જમ્મુના પહેલગામ ખાતે કરવામાં આવેલા આતંકવાદી હુમલાને લઈને સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આતંકવાદીઓને પણ પનાહ આપનાર પાકિસ્તાનનો ઠેર ઠેર વિરોધ થાય છે તેવા સમયે મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં ગત તા. 26/4 ના રોજ રાત્રિના સમયે ત્રણ ગાડીઓ પસાર થઈ હતી અને તેમાં આગળ અને પાછળ જે ગાડી જઈ રહી હતી તેમાં લીલા કલરના ઝંડા લગાવવામાં આવ્યા હતા જો કે, વચ્ચે સ્વિફ્ટ ગાડી ચાલતી હતી અને તે ગાડી ઉપર આગળ બોનેટ પાસે પેલેસ્ટાઇનનો દેશનો મોટો ઝંડો લગાવવામાં આવ્યો હતો અને આ ગાડીઓ વાંકાનેર શહેરમાંથી જકાતનાકા તરફ જતી હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેથી કરીને વાંકાનેર શહેર પોલીસ દ્વારા આ અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી અને વાયરલ થયેલા વિડીયોમાં મહિન્દ્રા થાર ગાડી નંબર જીજે 3 એમએચ 5510, સ્વિફ્ટ ગાડી નંબર જીજે 3 પીડી 9211 તથા એક અજાણી નંબર પ્લેટ વગરની કાર જોવા મળી હતી આ સંદર્ભે હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 281, 125 મુજબ ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
