મોરબીના માળિયા ફાટકે બાઈકમાં ચાર બોટલ દારૂ લઈને નીકળેલ ઇસમ પકડાયો
SHARE







મોરબીના માળિયા ફાટકે બાઈકમાં ચાર બોટલ દારૂ લઈને નીકળેલ ઇસમ પકડાયો
મોરબીના સામાકાંઠે માળિયા ફાટક મહેન્દ્રનગર ચોકડી પાસેથી બાઈક લઈને નીકળેલ ઇસમને અટકાવીને તપાસ કરવામાં આવતા તેની પાસે રહેલ બેગમાંથી દારૂની ચાર બોટલ મળી આવી હતી.જેથી દારૂ તથા બાઇક સાથે યુવાનની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી પ્રમાણે આજે તા.૨૮ ના રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.ત્યારે શહેરના સામાકાંઠે માળિયા ફાટક પાસે મહેન્દ્રનગરના રસ્તેથી સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર જીજે ૩૬ એ ૮૨૧૯ નીકળ્યું હતું.જેને અટકાવીને તેમાં સવાર કાસમ દિલાવર પઠાણ સિપાઈ (૨૯) રહે.મકરાણીવાસ બ્રાહ્મણ ભોજન શાળા પાસે જેલ ચોક નજીક વાળાને અટકાવવામાં આવ્યો હતો.તેની બેગમાં ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની ચાર બોટલ મળી આવતા રૂપિયા ૮૮૪ ની કિંમતનો દારૂ તથા ૫૦ હજારની કિંમતનું ઉપરોક્ત નંબરનું બાઈક એમ કુલ ૫૦,૮૮૪ ની માલમતાની સાથે હાલ કાસમ પઠાણની ધરપકડ કરવામાં આવી હતી અને તે આ જથ્થો ક્યાંથી લાવ્યો ? તે દિશામાં આગળની તપાસ શરૂ કરાઇ છે.
વાહન અકસ્માતમાં ઈજા
સુરેન્દ્રનગરના મોટી મોલડી ગામના સુનીલ પ્રેમજી મેઘાણી નામના ૨૫ વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.તે બાઇક લઈને બામણબોર હાઇવે ઉપરથી જતો હતો.ત્યાં જીઆઇડીસી કારખાના પાસે કૂતરું આડું ઉતરતા બાઇક સ્લીપ થવાનો બનાવ બનતા ઇજા પામ્યો હોય સારવાર માટે મોરબી લવાયો હતો.જ્યારે રફાળેશ્વરના મચ્છુનગર વિસ્તારમાં રહેતા રમેશ કુકાભાઈ સાડમીયા નામના ૩૦ વર્ષના યુવાનને સરખેજ (ગાંધીનગર) પાસે પગપાળા જતા સમયે કોઈ અજાણ્યા વાહન વાળાએ હડફેટે લેતા ઇજાગ્રસ્ત હાલતમાં તેને અત્રેની આયુષ હોસ્પિટલે સારવારમાં લવાયો હતો.હાલ અમરેલી રહેતા કોમલબેન હરેશભાઈ હળવદીયા નામની ૨૪ વર્ષીય પરણિતાને અમરેલી મુકામે પતિ દ્વારા મૂઢમાર મારવામાં આવતા તેને અત્રેની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
મારામારીમાં ઈજા થતા સારવાર
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં રહેતા શૈલેષ બેચરભાઈ મકવાણા (ઉમર ૩૫) તથા નિશાબેન શૈલેષભાઈ મકવાણા (૨૭) ને મારામારીના બનાવમાં ઈજા થતાં તેઓને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઇ ચૌહાણ દ્વારા તપાસ કરવામાં આવી હતી તેમ પોલીસે જણાવેલ છે.જ્યારે જાંબુડીયા ગામે રહેતા દેવકરણભાઈ શામજીભાઈ સિહોરા નામના ૨૪ વર્ષનો યુવાન ધરમપુર ગામ પાસેના ઢાળ નજીક બાઇક આડે અચાનક કુતરૂ આડુ ઉતરવાના બનાવમાં ઈજા થતા સારવારમાં ખસેડાયો હતો.
