મોરબીના સનાતન યુવા ગ્રુપે આતંકી હુમલાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી
મોરબી જીલ્લામાં નિયમ વિરુદ્ધનું કામ કરતી ફાયનાન્સ કંપનીઓ-પ્રાઈવેટ બેન્કો સામે પગલાં લેવા આરબીઆઇમાં રજૂઆત
SHARE









મોરબી જીલ્લામાં નિયમ વિરુદ્ધનું કામ કરતી ફાયનાન્સ કંપનીઓ-પ્રાઈવેટ બેન્કો સામે પગલાં લેવા આરબીઆઇમાં રજૂઆત
ફાયનાન્સ કંપનીઓ તેમજ પ્રાઈવેટ બેન્કો દ્વારા મકાન લોન કે વાહન લોનના નામે લોન ધારકોને ત્રાસ આપવામાં આવે છે જેથી કરીને મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા આ બાબતે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના ગવર્નરને રજૂઆત કરવામાં આવેલ છે.
મોરબી જિલ્લામાં ખાનગી બેન્ક કે ફાયનાન્સ કંપનીઓ આપેલ સતાનો દુરૂપયોગ થતો હોય તેવા બનાવ બની રહ્યા છે અને ઘરની મુખ્ય વ્યકિતએ મકાન કે વાહન માટે ફાયનાન્સ કું. કે ખાનગી બેન્ક પાસેથી લોન લીધેલ હોય, હપ્તા પણ રેગ્યુલર ભરતા હોય છે પરંતુ અકસ્માતે મુળ માલિક મરણ પામે તો તેનો વિમો હોય છે. નિયમ મુજબ તેની બાકી રહેતી રકમ વિમા કંપનીએ ભરવાની હોય છે પરંતુ કમનસીબે લોન આપનારી સંસ્થા એવી વિમા કંપનીનો વિમો લેવરાવે છે જે કોઈપણ બહાના હેઠળ જે તે વિમા કંપની વિમો આપવાની ના પાડે છે ત્યાર બાદ ફાયનાન્સ કંપની અને ખાનગી બેન્કો મકાન કે વાહન લોનની રીકવરી માટે તકાદા શરૂ કરી મરણજનાર લોન ધારકની વિધવાઓને હેરાન પરેશાન કરી માનસિક ત્રાસ આપે છે તે કોઈપણ સંજોગોમાં ચલાવી લઈ શકાય તેવુ કૃત્ય નથી.
વધુમાં અરજદારો ગ્રાહક અદાલતમાં વિમા કંપની કે ખાનગી બેન્ક સામે દાખલ કરે તો તેમાં પણ નિવેડો આવતા સમય લાગે છે. આવા સંજોગોમાં બે ત્રણ હપ્તા ચડી જાય તો લોન વાળુ વાહન જપ્ત કરી લેવા અને મકાન લોન હોય તો મકાનને સીલ મારી દેવાની ધમકી આપી માનસિક ત્રાસ આપવામાં આવે છે. આમ આવી રીતરસમ અજમાવી ૨૫ લાખની કિંમતનું મકાન ૧૦ લાખની લોનમાં સીલ કરી દેવામાં આવે છે અને વધુ સમય વીતી જાય તો તેની જાહેર હરરાજી કરી પડાવી લેવાની પેરવી કરવામાં આવે છે. આવી બધી કાર્યવાહી કાયદા વિરૂધ્ધની કરવામાં આવે છે. તાજેતરમાં વર્તમાનપત્ર દ્વારા જાણવા મળ્યુ છે કે મકાનને શીલ મારવા આવતા એક બુઝર્ગે પોતાની જાત જલાવી આપઘાત કરેલછે.
રીઝર્વ બેન્કેએ સ્પષ્ટતા કરવાની જરૂર છે કે આવી સીલ મારવાની સતા ખાનગી બેન્કો કે ફાયનાન્શ્યલ કંપનીઓને આપવામાં આવેલ છે ખરી ? તેજ રીતે ચેક રીટર્ન થતા ૫૦૦ પેનલ્ટી લેવાની સતા છે ? કે આવી સંસ્થાઓ મનસ્વી રીતે નવા કાયદા બનાવીને ગ્રાહકોને ત્રાસ આપેછે તે વ્યાજબીછે ? આ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ. જે તે બેન્ક કે ફાયનાન્સ કંપનીના જવાબદાર અધિકારી કે માણસ મકાનના હપ્તા ઉઘરાવવા આવે ત્યારે મર્યાદામાં રહીને ગ્રાહકો સાથે વર્તન કરે તે પણ જરૂરી છે. કારણ કે આવા જવાબદાર માણસો ગ્રાહકો સાથે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી માનસિકરીતે પરેસાન કરે છે. જે પણ વ્યાજબી નથી. આવા કોઈપણ કિસ્સામાં પોલીસ ખાતામાં કોઈ ગ્રાહક જાય તો તેવી ફરિયાદની એફ.આઈ.આર. નોંધવી જરૂરી છે.
અમારી માંગણી છે કે વધારે દેવાદાર આપઘાત ન કરે માટે મકાનને સીલ મારતા પહેલા સીવીલ કોર્ટમાં કેસ ચલાવે અને કલેકટર કે મામલતદારની હાજરીમાં જે તે બાકી લોનધારકના મકાનને સીલ મારવામાં આવે, નહીંતર આવી સંસ્થાઓ મોંઘા મકાન સસ્તાભાવે પડાવી લેશે અને ગ્રાહક આશરા વગરના થઈ જશે. જેથી આવી નિયમ વિરૂધ્ધની કાર્યવાહી કરતી સંસ્થાઓના લાયસન્સ રદ કરવાની માંગ મોરબી સીટી-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા કરવામાં આવેલ છે.
