મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના વેજીટેબલ રોડે 8 ગેરકાયદે મકાન તોડી પાડ્યા, શક્તિ ચોક પાસે નાના મોટા દબાણોનો સફાયો


SHARE









મોરબીના વેજીટેબલ રોડે 8 ગેરકાયદે મકાન તોડી પાડ્યા, શક્તિ ચોક પાસે નાના મોટા દબાણોનો સફાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર રોડ સાઈડમાં કરવામાં આવેલા દબાણને તોડવા માટેનુ કામ આજે મહાપાલિકાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું અને એક કે બે પરંતુ આઠ જેટલા ગેરકાયદે મકાનો ઉપર સરકારી બુલડોઝર ફેરવીને દબાણ દૂર કરવામાં આવ્યું છે આવી જ રીતે મોરબીના શક્તિ ચોક પાસે ખાટકીવાસ નજીક પણ કાચા પાકા દબાણોને દૂર કરવા માટેની સ્થાનિક લોકોને સૂચના આપવામાં આવી હતી.

મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની સૂચના મુજબ સ્ટાફ દ્વારા જુદા જુદા વિસ્તારની અંદર ડિમોલિશન કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં આજે મોરબીમાં આવેલ શક્તિ ચોક પાસે ખાટકીવાસ નજીક નાના મોટા કાચા પાકા દબાણોને દૂર કરવા માટે થઈને કામગીરી કરવામાં આવી હતી. તેવામાં આજે વેજીટેબલ રોડ ઉપર રોડની સાઈડમાં કરવામાં આવેલા ગેરકાયદે મકાનોને તોડવા માટેનું કામ શરૂ કર્યું હતું અને એક કે બે નહીં પરંતુ આઠ જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હોવાનું મહાનગરપાલિકાના શુભમ પટેલ પાસેથી જાણવા મળેલ છે




Latest News