મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ
તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા
SHARE
તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા
માળીયા મીયાણા તાલુકા વિસ્તારમાં પીઆઇ કે.કે.દરબારના માર્ગદર્શન હેઠળ ટિમ કામ કરી રહી હતી અને તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત "CEIR" પોર્ટલનો ઉપયોગ કરીને રાજદીપસિંહ ઝાલાએ CEIR પોર્ટલનું સતત મોનીટરીંગ કર્યું હતું અને ટેકનીકલ વર્ક આઉટ કરીને મોરબી જુદાજુદા લોકોના 6 જેટલા મોબાઈલ ફોન ખોવાયા હોવાની અરજીઓ આવેલ હતી તે મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા અને આ 6 મોબાઇલને શોધી કાઢીને અરજદારોને માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશને બોલાવીને 1.37 લાખની કિંમતના મોબાઈલ ફોન ડીવાયએસપી જે.એમ.આલ તેમજ પીઆઇ કે.કે.દરબારના હસ્તે તેઓને પરત આપવામાં આવેલ છે. આ કામગીરીમાં પીઆઇ કે.કે.દરબારની સૂચના મુજબ સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવી હતી.