મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 7 કરોડના 257 વિકાસ કામોની નવી દરખાસ્તો મંજૂર
SHARE









મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 7 કરોડના 257 વિકાસ કામોની નવી દરખાસ્તો મંજૂર
મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠક જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ હેઠળની વર્ષ 2025-26 માટેની 7 કરોડના 257 જેટલા વિવિધ વિકાસ કામોની નવી દરખાસ્તો મંજૂર કરવા યોજાયેલી આ બેઠકમા તાલુકા આયોજન સમિતિઓ અને નગરપાલિકાઓ આપેલ કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ તકે વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈ હેઠળના વર્ષ 2023-24 અને 2023-24 ના કામોની સમીક્ષા કરાઈ હતી. અને સાંસદની જોગવાઈ હેઠળના 141 કામો પૈકીના પૂર્ણ થયેલા અને પ્રગતિના કામોની સમીક્ષા કરાઈ હતી. તેમજ કલેકટર કે. બી. ઝવેરીએ પ્રગતિ હેઠળના તથા પૂર્ણ થયેલા વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. નવા અને પ્રગતિના કામો ઝડપથી અને ગુણવત્તાસભર રીતે કરવા અધિકારીઓને સૂચના આપી હતી. આ તકે સાસંદ કેસરીદેવસિંહ, ધારાસભ્ય દુર્લભજી દેથરિયા, કલેકટર કે. બી. ઝવેરી, અધિક કલેકટર એસ.જે.ખાચર, આયોજન અધિકારી વી.બી. માંડલિયા, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

