મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

ટંકારા નજીક થયેલ 90 લાખની લૂંટના ગુનામાં 72.50 લાખની રોકડ સહિત 81.50 લાખના મુદામાલ સાથે બે આરોપીની ધરપકડ: પાંચ આરોપીઓની શોધખોળ


SHARE











ટંકારા નજીક થયેલ 90 લાખની લૂંટના ગુનામાં 72.50 લાખની રોકડ સહિત 81.50 લાખના મુદામાલ સાથે બે આરોપીની ધરપકડ: પાંચ આરોપીઓની શોધખોળ

મોરબી-રાજકોટ હાઇવે ઉપર ટંકારા નજીક ખજુરા હોટલ પાસે કારને ટક્કર મારીને આંગડિયા પેઢીના માલિક પાસેથી રોકડા 90 લાખની લૂંટ કરવામાં આવી હતી.જે ગુનામાં પોલીસે તાત્કાલિક જીલ્લા નાકાબંધી કરીને બે આરોપીની ધરપકડ કરેલ છે અને તેઓની પાસેથી રોકડા રૂપિયા 72.50 લાખ અને વાહન તેમજ મોબાઈલ ફોન મળીને કુલ 81.50 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે અને બાકીના પાંચ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

રાજકોટની બેંકમાંથી રોકડા રૂપિયા 90 લાખ લઈને  આંગડિયા પેઢીના માલિક બુધવારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં રાજકોટ બાજુથી કારમાં મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે તેમની કાર નંબર જીજે 3 એનકે 3502 નો પીછો કરતી પોલો અને બલેનો કારના ચાલકોએ મીતાણા નજીકથી આંગડિયા પેઢીના રોકડા રૂપિયા 90 લાખ લૂંટવા માટે આંગડીયા પેઢીના સંચાલકની કારને રોકવાના પ્રયાસ શરૂ કર્યા હતા.જો કે, કાર રોકવામાં આવી ન હતી અને આંગડિયા પેઢીના સંચાલક નિલેષભાઇ ભાલોડીએ તેના ડ્રાઇવરને ગાડી મારી મૂકવાનું કહ્યું હતું. ત્યારે ટંકારા નજીક આરોપીઓએ પોતાની કારથી નિલેષભાઇ ભાલોડીની કારને જોરદાર ટક્કર મારી હતી. જેથી નિલેશભાઇની કાર ખજુરા હોટલના પાર્કિંગ એરિયામાં પહોચી ગઈ હતી.ત્યાર બાદ આરોપીઓએ નિલેશભાઇની ગાડીમાંથી રોકડા 90 લાખ ભરેલ બે થેલાની ધોળા દિવસે સનસનીખેજ લૂંટ કરી હતી.

જેથી રાજકોટમાં આવેલ અક્ષર એનવ્યુ અંબિકા ટાઉનશિપ ખાતે રહેતા અને 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલ હરિકૃષ્ણ આર્કેડમાં ટીટેનિયમ એન્ટરપ્રાઇસ નામથી આંગડિયા પેઢી ચલાવતા નિલેષભાઇ મનસુખભાઇ ભાલોડી (45) એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા સાત શખ્સોની સામે લૂંટની ફરિયાદ નોંધાવેલ જેના આધારે પોલીસે આ ધાડ-લુંટના ગુનામાં અભિભાઇ લાલાભાઈ અલગોતર (24) રહે.જુની માણેકવાડી કાંત સ્ટુડીયો વાળા ખાંચામાં ભાવનગર અને અભીજીતભાઇ ભાવેશભાઇ શાર્ગવ (25) રહે.રૂપાણી સર્કલ પાસે ભાવનગરની ધરપકડ કરેલ છે અને આ ગુનામાં સંડોવાયેલા અન્ય પાંચ લુંટારૂઓ જેમાં હીતેષભાઇ પાંચાભાઇ ચાવડા રહે.સાજણાસર તા.પાલીતાણા, નિકુલભાઇ કાનાભાઇ અલગોતર, દર્શીલ ભરવાડ, કાનો આહીર રહે.ત્રણેય ભાવનગર અને એક અજાણ્યો શખ્સ આ પાંચેય આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

અત્રે ઉલેખનીય છેકે, રોડ ઉપર કારને રોકીને લૂંટ કરવા માટેની ઘટના બની રહી હતી ત્યારે જ પોલીસને બનાવની જાણ થઈ ગયેલ હતી.જેથી કરીને એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી પી.એ.ઝાલા અને ડીવાયએસપી સમીર સારડાની સૂચના મુજબ પોલીસે જીલ્લામાં નાકાબંધી અને મોરબીના આજુબાજુના જિલ્લાઓને એલર્ટ કરી દીધા હતા.જેથી ગણતરીની કલાકોમાં જ પોલીસને સાત પૈકીનાં બે આરોપીને પકડવામાં સફળતા મળી ગયેલ હતી અને તે આરોપીઓ પાસેથી પોલીસે રોકડા રૂપીયા 72.50 લાખ, પોલો કાર નં. જીજે 01 આરઇ 7578 જેની કિંમત 4 લાખ, બલેનો કાર નંબર જીજે 4 ઇપી 7878 જેની કિંમત 5 લાખ તેમજ 5 મોબાઇલ ફોન જેની કિંમત 50 હજાર તેમજ લુંટ-ધાડમાં ગયેલ ડોકયુમેન્ટ ભરેલ બેગ, છરી, લાકડાનો ધોકો, મરચાની ભુકી વિગેરે મળીને 81.50 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે. તેવી માહિતી એસપી રાહુલ ત્રિપાઠીએ પત્રકાર પરિષદમાં આપી હતી.

મોરબી જિલ્લા પોલીસની સતર્કતા અને સ્થાનિક લોકોની મદદથી 90 લાખની રોકડની લૂંટનો ભેદ ઉલેકવા માટે પોલીસને સફળતા મળી છે અને તેની પાસેથી લૂંટમાં ગયેલ રકમમાંથી મોટાભાગની રકમ રિકવર કરી લેવામાં આવેલ છે જો કે, જે પાંચ આરોપી પકડવાના બાકી છે તેને પકડવામાં આવશે પછી બાકીની રોકડ રકમ તેઓની પાસેથી મળે તેવી શક્યતા સેવાઇ રહી છે.જેથી પોલીસે હાલમાં પકડાયેલા બે આરોપીઓના રિમાન્ડ લેવા માટે તજવીજ હાથ ધરી છે.આ કામગીરી ડીવાયએસપી સમીર સારડા, અને ડીવાયએસપી પી.એ.ઝાલા, એલસીબી પીઆઇ એમ.પી. પંડયા, ટંકારાના પીઆઇ કે.એમ. છાસીયા તેમજ એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કોડ, મોરબી અને ટંકારા સ્થાનિક પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી.






Latest News