મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોબાઈલ કાંડ: મોરબીની સબ જેલમાં ફોન ઉપર વાત કરતાં કેદીના વાઇરલ વિડીયો મામલે ફરિયાદ નોંધાય તેવા સંકેત


SHARE









મોબાઈલ કાંડ: મોરબીની સબ જેલમાં ફોન ઉપર વાત કરતાં કેદીના વાઇરલ વિડીયો મામલે ફરિયાદ નોંધાય તેવા સંકેત

મોરબીની સબ જેલમાં રાખવામા આવેલ કાચા કામનો કેદી મોરબી સબ જેલમાંથી મોબાઈલ ફોન ઉપર વાત કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો જેથી આ બાબતે મોરબી સબ જેલના ઇનચાર્જ અધિક્ષક તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી અને વિડિયોમાં દેખાતા કાચા કામના કેદીનું નિવેદન પણ લેવામાં આવ્યું છે અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તપાસ કરવા માટેની કાર્યવાહી પણ જેલ પ્રસાશન દ્વારા કરવામાં આવેલ છે.

મોરબીની સબજેલ વધુ એક વખત વિવાદમાં આવી છે અને શનિવારે સવારથી મોરબીના સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં જેલની અંદર બેઠા મોબાઈલ ફોન ઉપર કેદી વાત કરતો હોય તેવું દેખાઈ રહ્યું હતું. દરમ્યાન આ બાબતે મોરબીની સબ જેલના ઇન્ચાર્જ અધિક્ષક એચ.એ. બાબરિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, જે વિડ્યો વાયરલ થયેલ છે તેમાં દેખાતો શખ્સ વાંકાનેર શહેરી વિસ્તારમાં વર્ષ 2022 માં હત્યાનો બનાવ બન્યો હતો જે ગુનાનો કાચા કામનો કેદી ઇમરાન ફારૂકભાઈ છબીબી છે અને આ આરોપી આજની તારીખે પણ મોરબીની સબ જેલમાં જ છે અને તે ઉપરાંત અન્ય એક કેદી પણ વિડિયોમાં ફોન ઉપર વાત કરતાં જોવા મળી રહ્યો છે. જો કે, તેની પાસે મોબાઈલ કયાંથી આવ્યો ?, મોબાઈલનો ઉપયોગ શા માટે કર્યો ?, મોબાઈલમાં વિડીયો કોને બનાવ્યો ?, મોબાઈલનો વિડીયો કઈ રીતે વાઇરલ થયો તે સહિતની બાબતોની તપાસ કરવામાં આવશે અને આમ અધિકારી. કર્મચારી કે કેદી કોઈપણ હશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જે કોઈએ પણ આ કૃત્ય કર્યું હશે તેને ભોગવવું પડશે. અને સાચી માહિતી બહાર લાવવા માટે જરૂર લાગશે તો મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાવવામાં આવશે.




Latest News