માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબી: ગુજરાતની પ્રાથમિક શાળાઓના એસએમસીના બેંક એકાઉન્ટ વારંવાર બદલવના હુકમથી આચાર્યોમાં આક્રોશ


SHARE











મોરબી: ગુજરાતની પ્રાથમિક શાળાઓના એસએમસીના બેંક એકાઉન્ટ વારંવાર બદલવના હુકમથી આચાર્યોમાં આક્રોશ

ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં થતા ખર્ચ તેમજ અન્ય સહ અભ્યાસિક પ્રવ્રુતીઓ તેમજ શાળામાં કરવામાં આવતી બાંધકામની પ્રવૃત્તિઓ માટે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા જે અનુદાન ફાળવવામાં આવે છે એ શાળા માટે એસ.એમ.સી.ના એકાઉન્ટ તેમજ સી.આર.સી. અને બી.આર.સી.ના બેંક એકાઉન્ટ દ્વારા નાણાંકીય વ્યવહાર કરવામાં આવે છે.

આ બધા બેંક એકાઉન્ટ સૌથી પહેલા બેંક ઓફ બરોડામાં હતા ત્યારબાદ એસ.બી.આઈ. બેંકમાં ખોલવાનો રાજ્યકક્ષાએથી પરિપત્ર થયો વળી સમગ્ર શિક્ષા અભિયાનના કોઈ અધિકારીને સપનું આવ્યું અને એકાઉન્ટ એસબીઆઈ બેંકમાંથી તત્કાલિક બંધ કરી ICICI બેંકમાં ખોલવામાં આવ્યા અને બે વર્ષ સુધી ICIC બેંકમાં નાણાંકીય વ્યવહારો કરવામાં આવ્યા વળી પાછું અન્ય કોઈ અધિકારીને સપનું આવ્યું અને આ બેંક એકાઉન્ટ બેંક ઓફ બરોડામાં ખોલવા માટેનો પત્ર થયો અધિકારીઓ તો માત્ર પત્ર કરીને છૂટી જાય છે પણ બેંક એકાઉન્ટ ખોલવા માટે મહામુસીબત થાય છે, સભ્ય સચિવ અને એસ.એમ.સી.ના મહિલા સભ્યની ડીઝિટિલ સાઈન લેવા માટે મહિલા સભ્યનું અને સભ્ય સચિવનું વીડિયો રેકોર્ડિંગ કરવું વગેરેમાં ખુબજ મુશ્કેલીઓ પડે છે, મહિલા સભ્ય ધંધા,મજૂરી કરતા હોય એમને બેંક સુધી લાવવા લઈ જવામાં આચાર્યને ખુબજ મુશ્કેલીની સામનો કરવો પડે છે અને ડીઝીટલ સહી વાળી પેન ડ્રાઈવ લેવામાં ખર્ચ પણ ખુબજ થાય છે વળી, પાછા ઉપરોક્ત પરિપત્ર મુજબ બેંક એકાઉન્ટ ICCI માંથી બેંક ઓફ બરોડા BOB માં ખોલાવવામાં ફરી પાછા આવા જ પ્રયત્નો કરવા પડશે, આવી રીતે વારંવાર બેંક એકાઉન્ટ બદલવાથી અનેક વહીવટી મુશ્કેલીઓ પડે છે, એકાઉન્ટ ખોલવા માટે બેંકોમાં વારંવાર ધક્કા ખાવાથી વિદ્યાર્થીઓને ભણાવવાનો સમય રહેતો નથી. આવા અનેક કારણોસર બેંક ઓફ બરોડામાં બેંક એકાઉન્ટ ખોલવાનો પરિપત્ર થયો હોય એ બાબતે આચાર્યોમાં ખુબજ રોષ અને આક્રોશ વ્યાપી રહ્યો છે.






Latest News