મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો


SHARE

















મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો

ગીતાંજલી વિદ્યાલય ખાતે ફ્રેન્ડસ ક્લબ, ફર્સ્ટ ક્રાઇના સૌજન્યથી તથા બીટી સવાણી કિડની હોસ્પિટલ અને સન્ડે સ્કૂલ તથા કુંડારીયા કેન્સર ફાઉન્ડેશન દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ સફળતા પૂર્વક યોજાયો હતો અને મોરબીની ગીતાંજલી વિદ્યાલય ખાતે ૧૨ વર્ષથી ઉપરની ઉંમરના તમામ વ્યક્તિઓને વિનામૂલ્યે હિમોગ્લોબીન, ડાયાબિટીસ, બ્લડપ્રેશર,વેલસ્કોપની તપાસ કરી આપવામાં આવી હતી અને આ કેમ્પમાં ધો. ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓને હિમોગ્લોબીન, વેલસ્કોપ તથા પુર્ણ બોડી ચેકઅપ કરી જે વિદ્યાર્થીઓમાં હિમોગ્લોબીનની ઉણપ હોય તેવા વિદ્યાર્થીને તેની દવાનો સપુર્ણ કોર્ષ સાથે બીજી અન્ય દવાઓ પણ આપવામાં આવી હતી આ સાથે  વિદ્યાર્થીના વાલીઓ તથા મોરબીના શહેરીજનોને વિનામૂલ્યે હિમોગ્લોબીન, ડાયાબિટીસ, બ્લડપ્રેશર,વેલસ્કોપની વગેરે ચેકઅપ કરી આપવામાં આવ્યુ તથા દવા પણ ઉ૫લબ્ધ કરાવી હતી. આ કેમ્પના અંતે ડોકટરની ટીમ દ્વારા તમામ વિદ્યાર્થીઓને તથા વાલીઓને રોગના લક્ષણો વિષેની માહિતી આપવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે સંસ્થાના મેનેજીંગ ડાયરેકટર રૂપલબેન મનોજભાઇ પનારા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.




Latest News