મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબીમાં જુગાર રમતા ચારની ધરપકડ 


SHARE















મોરબીમાં જુગાર રમતા ચારની ધરપકડ 
 
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે શહેરના જુદા જુદા બે સ્થળોએ રેડ કરી હતી અને ત્યાંથી જુગાર રમતા ચાર લોકોની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે. 
 
મોરબી સીટી બી ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે શહેરના સામાકાંઠે યોગીનગર પાછળના ખુલ્લા ગ્રાઉન્ડમાં મંદિરની પાસે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે તેવી મળેલ બાતમીના આધારે ત્યાં રેડ કરવામાં આવી હતી. જેથી સ્થળ ઉપરથી જાહેરમાં જુગાર રમી રહેલા રાજેશ લક્ષ્મણ સનુરા કોળી (૫૦) રહે.ત્રાજપર ખારી ધાર વિસ્તાર, રામસંગ મોહનસંગ બારૈયા કોળ (૪૨) રહે.ત્રાજપર ચોરા વાળી શેરી અને કિશોર લધુ કુંવરીયા કોળી (૪૦) રહે. કુબેર ટોકીઝ પાછળ મફતીયાપરા વાળાઓની સ્થળ ઉપરથી રોકડા રૂપિયા ૨૮૪૦ સાથે ધરપકડ કરીને તેઓ વિરુદ્ધ જુગારધારા કલમ ૧૨ હેઠળ ગુનો નોંધાયો હતો જેની તપાસ હેડ કોન્સ્ટેબલ એન.એમ.ગોસ્વામી ચલાવી રહ્યા છે.
 
જ્યારે બી ડિવિઝન પોલીસ સ્ટાફના ભગીરથ લોખીલે શહેરના સામાકાંઠે આવેલ ભડીયાદ રોડ નજરબાગ રેલ્વે સ્ટેશન પાસેથી નીકળેલા અફઝલ અકબર સમા જાતે સિપાઇ (૨૪) ધંધો મજૂરી રહે.સોઓરડી મોરબી-૨ વાળાને અટકાવ્યો હતો. તે આવતા જતા લોકો પાસેથી વરલી જુગાર અંગેના આંકડા લખતો હતો અને નસીબ આધારિત જુગાર રમતો અને રમાડતો હોય પોલીસે રોકડા રૂપિયા ૮,૬૦૦ વરલી જુગારના આંકડા લખેલી ચિઠ્ઠી અને બોલપેન સાથે અફઝલ અકબર સમા નામના ઇસમની ધરપકડ કરીને જુગારધારાની કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરેલ છે તેની તપાસ પણ હેડ કોન્સ્ટેબલ એન.એમ.ગોસ્વામી ચલાવી રહ્યા છે.
 
મારામારીમાં બે ને ઈજા
 
મોરબીના શનાળા રોડ સરદારબાગ નજીક રહેતા અને કલરકામનો ધંધો કરતા પુષ્પેન્દ્રસિંહ બરમુરસિંગ રાજાવત (૨૫) અને તેની સાથે રહેલા જગદીશ રામગોપાલ (૫૦) નામના બે મજૂર શહેરના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે આવેલ મિલેનિયમ સીરામીક પાસે સાથી કર્મચારીઓ સાથે બોલાચાલી થયા બાદ ઝપાઝપી દરમિયાન ઇજાઓ થતાં બંનેને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”






Latest News