મોરબીના મકનસર પાસેથી 36 બોટલ દારૂ ભરેલ રિક્ષા સાથે બે શખ્સ પકડાયા: 1.55 લાખનો મુદામાલ કબ્જે
SHARE









મોરબીના મકનસર પાસેથી 36 બોટલ દારૂ ભરેલ રિક્ષા સાથે બે શખ્સ પકડાયા: 1.55 લાખનો મુદામાલ કબ્જે
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામ પાસે ચામુંડા હોટલની સામેથી સીએનજી રીક્ષા પસાર થઇ રહી હતી જે રીક્ષાને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે દારૂની 36 બોટલ તેમાંથી મળી આવી હતી જેથી કરીને પોલીસે 50,400 ની કિંમતનો દારૂ તથા રિક્ષા અને મોબાઈલ ફોન મળીને 1,55,400 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બે શખ્સોની ધરપકડ કરી હતી જો કે, માલ આપનારનું નામ સામે આવ્યું હોય હાલમાં ત્રણ શખ્સો સામે ગુનો નોંધી પોલીસે બાકીના આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર મકનસર ગામ પાસે આવેલ ચામુંડા હોટલ સામેથી સીએનજી રીક્ષા નંબર જીજે 24 ડબલ્યુ 7550 પસાર થઈ હતી ત્યારે તે રીક્ષાને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે રીક્ષામાં જઈ રહેલા બે શખ્સો પાસેથી દારૂની 36 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 50,400 રૂપિયાની કિંમતની દારૂની બોટલો તથા 5000 રૂપિયાની કિંમતનો એક મોબાઇલ ફોન અને 1 લાખ રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને 1,55,400 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કમજે કર્યો હતો અને રીક્ષાના ચાલક ધર્મેન્દ્રભાઈ રૂગનાથભાઈ એરણીયા (34) તથા દર્શન ઉર્ફે લાલો કનુભાઈ વરાળીયા (30) રહે. બંને શિવ પાર્ક શેરી નં- 2 પીપળી ગામ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન માલ આપનાર તરીકે લાલાભાઇ કાઠી દરબારનું નામ સામે આવ્યું હોય ત્રણેય સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને બાકી રહેલા આરોપીને પકડવા માટે તજવીજ હાથ કરી છે.

