મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

જો ગોપાલ ઇટાલીયા રાજીનામું મુકવા આવે તો હું પણ રાજીનામું મૂકીશ: મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પોતાની વાત ઉપર મક્કમ, ગાંધીનગર જવા રવાના


SHARE







જો ગોપાલ ઇટાલીયા રાજીનામું મુકવા આવે તો હું પણ રાજીનામું મૂકીશ: મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પોતાની વાત ઉપર મક્કમ, ગાંધીનગર જવા રવાના

મોરબી અને વિસાવદરના ધારાસભ્ય દ્વારા જે છેલ્લા દિવસોથી ચેલેન્જની રાજનીતિ કરવામાં આવી રહી છે દરમિયાન કાંતિભાઈએ કહ્યું હતું કે હું સોમવારે 11:00 ગાંધીનગર વિધાનસભા ખાતે ઉભો રહીશ અને ત્યાં જો ગોપાલ ઇટાલીયા પોતાનું રાજીનામું મુકવા માટે આવે તો તે પણ રાજીનામું આપશે અને મોરબી ની બેઠક ઉપર જ્યારે ચૂંટણી આવે ત્યારે બંને સામસામે ચૂંટણી લડીએ અને તે ચેલેન્જને પૂરી કરવા માટે થઈને આજે ગાંધીનગર જવા માટે થઈને કાંતિભાઈ અમૃતિયા રવાના થયા છે અને તેઓની સાથે તેના સમર્થકો 100 ગાડીના કાફલા સાથે જઇ રહ્યા છે.

છેલ્લા ઘણા સમયથી મોરબી વિધાનસભાની બેઠક તેમજ મોરબીના ધારાસભ્ય અને વિસાવદરના ધારાસભ્ય સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યા છે કારણ કે તાજેતરમાં યોજાયેલ વિધાનસભા ની પેટા ચૂંટણીમાં વિસાવદર બેઠક ઉપર ગોપાલ ઇટાલીયા નો વિજય થયા બાદ મોરબીની અંદર છેલ્લા સપ્તાહમાં ચાર થી પાંચ જુદા જુદા વિસ્તારોની અંદર છે જે આંદોલનો કરવામાં આવ્યા તે આંદોલનો માં અવારનવાર વિસાવદર વાળી થશે, વિસાવદર વાડી થશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવતી હતી જેથી કરીને કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબીની બેઠક ઉપર ગોપાલ ઇટાલીયા ચુંટણી લડવા માટે આવે તો તે રાજીનામું મૂકશે અને જો ગોપાલ ઇટાલીયા અહીંથી ચૂંટણી જીતી જાય તો તે તેને બે કરોડ રૂપિયાનું ઇનામ આપશે તેવી ચેલેન્જ કરવામાં આવી હતી ત્યારબાદ ગોપાલ ઇટાલીયા એ પણ કાંતિભાઈની ચેલેન્જ સ્વીકારી હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો અને આ ચેલેન્જની રાજનીતિ શરૂ થઈ હતી

ત્યારબાદ કાંતિભાઈએ જે તે સમયે કહ્યું હતું કે મોરબીના લોકોને ઉશકેરવા માટે અને તંત્રને બાનમાં લેવા માટે થઈને વારંવાર વિસાવદર વાળી થશે તેવી ચીમકીઓ ઉચ્ચારવામાં આવતી હતી જેથી કરીને ગોપાલ ઇટાલીયા જ મોરબીમાં ચૂંટણી લડવા માટે આવી જાય તે પણ રાજીનામું મૂકી અને હું પણ રાજીનામું મૂકુ સોમવારે મારું રાજીનામું મુકવા માટે ગાંધીનગર પહોંચીશ જો ત્યા ગોપાલ ઇટાલીયા પણ રાજીનામું મુકવા માટે આવશે તો તેઓ પણ રાજીનામું મૂકશે આવી વાત કરી હતી જે વાત ઉપર મક્કમ રહીને આજે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મોરબી ઉમા ટાઉનશિપ ખાતે પોતાની નિવાસ્થાનેથી ગાંધીનગર જવા માટે રવાના થયા છે અને મોરબી અને માળિયા વિધાનસભા બેઠકના તેના કાર્યકરો પણ તેની સાથે જોડાય છે અને લગભગ 100 ગાડી કરતા વધુ ગાડીના કાફલા સાથે આજે કાંતિભાઈ અમૃતિયા ગાંધીનગર જવા માટે રવાના થયા છે અને ત્યાં તેઓ 11 વાગ્યે પહોંચશે અને ત્યારબાદ અડધો કલાક સુધી ગોપાલ ઇટાલીયા ત્યાં રાજીનામું મુકવા માટે આવે તેની રાહ જોશે અને જો ગોપાલ ઇટાલીયા રાજીનામું મુકવા માટે નહીં આવે તો તેઓ રાજીનામું આપશે નહીં.






Latest News