મોરબી અને માળીયા શહેરમાં જુગારની જુદીજુદી ત્રણ રેડ: 7 શખ્સ પકડાયા
મોરબીની જવાહર સોસાયટીમાં ઘરમાંથી 12 બોટલ દારૂ સાથે એક શખ્સોની ધરપકડ
SHARE








મોરબીની જવાહર સોસાયટીમાં ઘરમાંથી 12 બોટલ દારૂ સાથે એક શખ્સોની ધરપકડ
મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટીમાં રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 12 બોટલ મળી આવતા પોલીસે 15,600 ની કિંમતની દારૂની બોટલો કબ્જે કરી હતી અને આરોપીની ધરપકડ કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટીમાં રહેતા મહેશભાઈ મકવાણાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત બી ડિવિઝન પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની બાર બોટલ મળી આવતા પોલીસે 15,600 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી મહેશભાઈ ધનજીભાઈ મકવાણા (39) રહે. જવાહર સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસ આગળની તપાસ હાથ ધરી છે
ઝેરી દવા પી લીધી
મોરબીના વાવડી ગામે આવેલ ખોડીયાર સોસાયટીમાં રહેતા કાસુન્દ્રા સાગર કાંતિભાઈ નામના વ્યક્તિએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
યુવાન સારવારમાં
વાંકાનેર તાલુકાનાં માટેલ રોડ ઉપર આવેલ કિયાન કંપનીમાં રહેતા બલજીતસિંહ પ્યારસિંહ (44) નામનો યુવાન બાથરૂમમાં કોઈ કારણસર પડી ગયો હતો જેથી તેને ઇજા થઇ હોવાથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબી લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.
