મોરબીની જવાહર સોસાયટીમાં ઘરમાંથી 12 બોટલ દારૂ સાથે એક શખ્સોની ધરપકડ
મોરબીમાં મિત્રો સાથે ઝઘડો થયા બાદ સગીરે ગળાફાંસો ખાઈ લેતા સારવારમાં !
SHARE








મોરબીમાં મિત્રો સાથે ઝઘડો થયા બાદ સગીરે ગળાફાંસો ખાઈ લેતા સારવારમાં !
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા સગીરને તેના મિત્રો સાથે કોઈ કારણોસર ઝઘડો થયો હતો ત્યારબાદ મહિલાઓનો ઝઘડો થયો હતો અને તે બાબતે લાગી આવતા 13 વર્ષના સગીરે ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા પરિવારના સગીર દીકરાએ ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ બી.કે.દેથા દ્વારા કરવામાં આવી હતી અને પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સગીરને તેના મિત્રો સાથે કોઈ કારણોસર ઝઘડો થયો હતો અને ત્યારબાદ મહિલાઓ વચ્ચે ઝઘડો થયો હતો જે બાબતે તેને લાગી આવતા તે સગીરે ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
ઝેરી દવાના ટીકડા પી લેતા સારવારમાં
મોરબીના સરતનપર રોડ ઉપર આવેલ કેમરોન સીરામીક નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા શુભલક્ષ્મી શિવપ્રસાદ ભદ્ર (26) નામની મહિલાએ કોઈ અગમ્ય કારણસર પોતે પોતાની જાતે ઝેરી દવાના ટીકડા ખાઈ લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
ઝેરી દવા પી લેતા સારવારમાં
માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા દીક્ષાબેન નવલભાઇ દેગામા (19) નામની યુવતીએ કોઈ અગમ્ય કારણસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.
ઝેરી દવા પી લેતા સારવારમાં
હળવદ તાલુકાના સુંદરગઢ ગામે રહેતા ચુરલીબેન જવાનસિંહ પરમાર (40) નામની મહિલાએ પોતે પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
