મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની રફાળેશ્વર ચોકડીએ મારામારીમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત: બનાવ હત્યામાં પલટયો


SHARE







મોરબીની રફાળેશ્વર ચોકડીએ મારામારીમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત: બનાવ હત્યામાં પલટયો

મોરબીની રફાળેશ્વર ચોકડીએ લાદીના કટકાના ઘા મારી યુવાનને ઇજા કરી હતી જેથી રફાળેશ્વર ખાતે રહેતા ભરત ચૌહાણ નામના 30 વર્ષીય યુવકને રાજકોટ સિવિલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું છે જેથી કરીને બનાવ હત્યામાં પલટયો છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આંબેડકરનગરમાં રહેતા ભરતભાઈ જગદીશભાઈ ચૌહાણ (૩૦) નામના યુવાનને ગત તા.4/3/26ના રાત્રિના આઠેક વાગ્યે આસપાસ કૈલાશ નામના કારખાના પાસે ખોડીયાર માતાજીનાં મંદિર પાસે સામેવાળા પ્રદિપ તથા બીજા માણસોએ લાદીના કટકા વડે માર મારતા પેટના ભાગે ઈજા થઈ હતી. તેને પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.

આ બનાવ અંગે પરિવારજનોએ જણાવ્યું કે, ભરત રખડતું ભટકતું જીવન જીવતો હતો. તેમના માતા ભેગો રહેતો હતો. અને તા. 5ના રોજ તેમના માતા દયાબેન જેઓ જામનગર ગયા હતા ત્યાંથી પરત ઘરે આવતા તેણે જોયું કે પુત્ર ભરત લોહી લુહાણ હાલતમાં ઘરમાં પડ્યો હતો. જેથી દયાબેન એ પુત્ર ભરત ને પૂછ્યું કે શું થયું? તો ભરત એ જણાવ્યું કે ગઈકાલે સાંજે એટલે કે તા.4ની રાત્રે 8 વાગ્યાં આસપાસ તે કૈલાશ નામના કારખાના પાસે ખોડીયારમાના મંદિર પાસે રફાળેશ્વર વિસ્તારમાં હતો ત્યારે તેના મિત્ર પ્રદિપ તથા બીજા માણસોએ લાદીના કટકા વડે માર માર્યો હતો.

જેથી દયાબેન પુત્રને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાંથી વધુ સારવાર માટે ભરતને રાજકોટ સિવિલમાં રિફર કરાયો હતો અને અહીં ભારતે ઇમર્જન્સી વિભાગમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે. મૃતક ભરત એક બહેન અને બે ભાઈમાં બીજા નંબરનો હતો. અને અપરણીત હતો તેમના માતા દયાબેન સફાઈ કામ કરતા અને ઘરનું ગુજરાન ચલાવતા હતા. મોરબી તાલુકા પોલીસે ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરી છે.






Latest News