મોરબી અને માળીયા શહેરમાં જુગારની જુદીજુદી ત્રણ રેડ: 7 શખ્સ પકડાયા
SHARE








મોરબી અને માળીયા શહેરમાં જુગારની જુદીજુદી ત્રણ રેડ: 7 શખ્સ પકડાયા
મોરબી શહેરમાં જુદાજુદા બે સ્થળે તેમજ માળીયા શહેરમાં એક સ્થળે જુગારની રેડ કરી હતી ત્યારે કુલ મળીને 7 શખ્સોને પકડવામાં આવ્યા હતા અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના જુદાજુદા ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી હીરાલાલ અવચરભાઈ સનુરા (20) અને ઠાકરશીભાઈ રમેશભાઈ ટીડાણી (20) રહે. બંને ત્રાજપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસ તેની પાસેથી 1,620 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે તો બીજી રેડ મોરબીમાં ગાંધી ચોક પાસે જાહેરમાં કરવામાં આવી હતી ત્યાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી સ્થળ ઉપરથી ચંદુભાઈ મોતીભાઈ નગવાડિયા (50) રહે. જુના બસ સ્ટેશન પાછળ દરગાહ પાસે મોરબી વાળાની વરલી જુગાર આંકડા લેતા મળી આવેલ હોવાથી 300 ની રોકડ સાથે ધરપકડ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે જયારે માળીયા મીયાણામાં આવેલ ભીલવાસના શેરીના નાકે જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી હિતેશભાઈ દેવજીભાઈ ચાવડા (22), રજાકભાઈ જુમાભાઇ સર્વદી (30), યાસીનભાઈ અલ્યાસભાઈ ભટ્ટી (35) અને શેરમામદભાઇ ઉર્ફે શેરો હારુનભાઈ કટીયા (36) રહે. બધા માળિયા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 940 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને માળીયામાં ગુનો નોંધાયો છે.
મારામારીમાં ઇજા થતાં સારવારમાં
મોરબીના નાગડાવાસ ગામે રહેતા સુરેશભાઈ ધીરુભાઈ સાતોલા (30) નામનો યુવાન મોરબીના અમરનગર પાસે હતો ત્યારે ત્યાં મારામારીના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરી હતી આવી જ રીતે મોરબીના પાનેલી ગામે રહેતા સોનીબેન હિતેશભાઈ (26) નામની મહિલાને મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે.
