મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં હિન્દુ સંગઠનો દ્વારા મુંડન કરાવી ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માંગ


SHARE





મોરબીમાં હિન્દુ સંગઠનો દ્વારા મુંડન કરાવી ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માં

દિલ્લીના જંતર મંતર ખાતે આહિર અર્જુન આંબિલયા ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે અને ભારતીય સેનામાં જાતિઓના નામોથી આહિર રેંજીમેન્ટ બને તે માંગ સાથે 11 જાન્યુઆરીથી અનિશ્ચિત સમય ઘરણા પર બેસી શાંતિપૂર્ણ આંદોલન ચલાવી રહ્યા છે.

 

ત્યારે મોરબીમાં તેમના સમર્થનમાં આહિર એકતા મંચ, ગુજરાત માલધારી સેના, એકતા એજ લક્ષ્ય સંગઠન, હિન્દુ યુવા વાહિની, નંકલંક નેજાધારી ગૌ સેવા સમિતિ તથા અન્ય હિન્દુ સંગઠનો અને ગૌરક્ષકો દ્વારા મુંડન કરાવી ગૌ હત્યા બંધ થાય અને ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે તેમજ આહિર રેજીમેન્ટ બને તે બાબતે મોરબી જિલ્લા કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અને જો સરકાર દ્વારા માંગ નહિ સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી હિન્દુ સંગઠનોએ ચીમકી ઉચ્ચારી હતી.




Latest News