મોરબીમાં હિન્દુ સંગઠનો દ્વારા મુંડન કરાવી ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માંગ
હળવદ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા દર્દીઓ માટે ટોયલેટ ખુરશી તેમજ ચાલવા વોકર સેવાયજ્ઞ શરૂ
SHARE
હળવદ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા દર્દીઓ માટે ટોયલેટ ખુરશી તેમજ ચાલવા વોકર સેવાયજ્ઞ શરૂ
હળવદ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા દર્દીઓ માટે ટોયલેટ ખુરશી તેમજ ચાલવા માટેની ઘોડી (વોકર) નો પ્રોજેક્ટ શરૂ કરાયો હતો.ઓર્થોપેડીક દર્દીઓ કે જેને ટોયલેટ જવા માટે ટોયલેટ ખુરશીની જરૂર પડે છે. એવા દર્દી તેમજ ચાલવા માટે ઘોડી (વોકર) ની જરૂર પડે છે. તેવા દર્દી માટે નજીવી ડિપોઝિટ જમા કરાવીને વસ્તુઓનો લાભ તદન ફ્રિ માં મળશે.આ માટે ડિપોઝિટ રૂા.૫૦૦ રાખવામાં આવેલ છે.સેવાનો લાભ લેવા માટે વેલકમ શુઝ (ઓવિશ પટેલ) બ્રાહ્મણ ભોજન શાળા રોડ હળવદ (મો.99742 15142) અથવા બોલગાર્ડ હાઉસ (અજજુભાઈ)ગીની ગેસ્ટ હાઉસ સામે હળવદ (મો.95868 84462) નો સંપર્ક કરવો. સેવાના આ પ્રકલ્પ માટે અપુભાઇ ભરવાડ, રાજુભાઇ મહેતા મોરબી, કિશનભાઇ જાદવ મોરબી, ભરતસિંહ ચાવડા હળવદ, વિશાલ જયસ્વાલ હળવદ, હેમાંગભાઈ જાની હળવદ, પાર્થ પરીખ હળવદ, મયુરભાઇ પરમાર હળવદ, પ્રકાશભાઈ સિંધવ હળવદ, ભાવીનભાઈ સેઠ હળવદ, ઓવીસ પટેલ હળવદ, દિવ્યાંગ સેઠ હળવદ, સંજયભાઈ માલી હળવદ અને ચિરાગભાઈ સોની હળવદએ આર્થીક સહયોગ આપ્યો હતો તેમજ આ પ્રોજેક્ટને સફળ બનાવવા નાગલધામ ગ્રુપના પ્રમુખ નવઘણભાઈ મુંધવા તથા તેમના સાથી મિત્રો અને ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદના તમામ સભ્યો હાજર રહ્યા હતા
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”