મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ મોરબીમાં રોડ સાઈડમાં સૂતેલા બાળકની છાતિ ઉપરથી કારનું ટાયર ફરી ગયુ !
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નાનીબરાર ગામે શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું દાતાએ કર્યું વિતરણ


SHARE





માળીયા (મી)ના નાનીબરાર ગામે શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું દાતાએ કર્યું વિતરણ

માળિયા તાલુકાની નાની બરાર તાલુકા શાળા, બાલ આંગણવાડી નાનીબરાર અને સરકારી હાઈસ્કૂલ નાની બરારના તમામ વિદ્યાર્થીઓને માળિયા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જીગ્નેશભાઈ રાયધનભાઈ ડાંગર દ્વારા એમના ભાણેજ સ્વ.કિશન ચંદુભાઈ બકુત્રાના સ્મરણાર્થે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં આંગણવાડીના તમામ વિદ્યાર્થીઓને ડિજિટલ સ્લેટ અને બાલવાટિકાથી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓને સ્ટેશનરી પાઉચ આપવામાં આવ્યા હતા. આ વિતરણ જીગ્નેશભાઈના પુત્ર દેવાંશના હાથે કરાવવામાં આવ્યું હતું. નાની બરાર તાલુકા શાળાના આચાર્ય રાકેશભાઈ ફેફરના જણાવ્યા મુજબ જીગ્નેશભાઈ તરફથી એમના ભાણેજની દરેક માસિક પુણ્યતિથિ નિમિત્તે કંઈકને કંઈક દાન પુણ્ય કરવામાં આવે છે. તેઓએ અગાઉ પણ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી હતી. આ સિવાય શાળાના દરેક કાર્યક્રમમાં તેઓ દ્વારા આર્થિક યોગદાન આપવામાં આવે છે.




Latest News