મોરબી પીજીવીસીએલમાં માલસામાન-સ્ટાફ ન ઘટ, સમયસર કામ ન થવું સહિત 65 પ્રશ્નોનો મંત્રીની સમિક્ષા બેઠકમાં ઢગલો મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમ યોજાયો મોરબીના રામધન આશ્રમ ખાતે ઋષિ પાંચમ-રામદેવપીર પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે મોરબીમાં પિતાનાં ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ બે કિશોરીઓનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાનું અપહરણ - દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના ખાખરળા પાસે શેડમાંથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ
Breaking news
Morbi Today

મોરબીમાં દુકાન સામેથી ટેબલ લેવાની વાતમાં વૃદ્ધને ચાર શખ્સોએ ઢીકાપાટુ- ધોકા વડે મારમાર્યો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE





મોરબીમાં દુકાન સામેથી ટેબલ લેવાની વાતમાં વૃદ્ધને ચાર શખ્સોએ ઢીકાપાટુ- ધોકા વડે મારમાર્યો: જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના જુના શોભેશ્વર રોડ ઉપર જિલ્લા પંચાયત કચેરીથી આગળના ભાગમાં દુકાનની સામે વૃદ્ધે પોતાના ટેબલ રાખ્યું હતું જે ટેબલ લેવા બાબતે વૃદ્ધને ગાળો આપવામાં આવી હતી અનેદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફત્યારબાદ ઢીકાપાટુ અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા સારવાર લેવામાં આવ્યા બારિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના જુના શોભેશ્વર રોડ ઉપર જિલ્લા પંચાયત નજીક આવેલ ભુવનેશ્વરી પાર્કમાં રહેતા ભાગવતદાસ સરજુદાસ રામાવત (60) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભોજાભાઇ કરમણભાઇ ભરવાડ, મનીષભાઈ ભોજાભાઇ ભરવાડ, રાણાભાઇ મલાભાઇ રાતડીયા અને એક અજાણ્યો માણસ આમ કુલ ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે જુના શોભેશ્વર રોડ ઉપર ભોજાભાઇ ભરવાડના હવાલા વાળી દુકાન સામે ફરિયાદીએ ટેબલ રાખેલ હતું જે ટેબલ લેવા બાબતે ફરિયાદીને આરોપીઓએ ગાળો આપી હતી અને મનીષભાઈ ભરવાડ તેમજ અજાણ્યા એક શખ્સ દ્વારા લાકડી વડે ફરિયાદીને ડાબા પગે માર મારવામાં આવ્યો હતો તેમજ ભોજાભાઇ અને રાણાભાઇએ ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ વૃદ્ધે સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News