માળીયા (મી)ના નાનીબરાર ગામે શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું દાતાએ કર્યું વિતરણ
મોરબી નજીકથી ગેસના બટલા ભરેલ ટ્રક નશાની હાલતમાં લઈને નીકળેલા વાહન ચાલકે સર્જ્યો અકસ્માત
SHARE







મોરબી નજીકથી ગેસના બટલા ભરેલ ટ્રક નશાની હાલતમાં લઈને નીકળેલા વાહન ચાલકે સર્જ્યો અકસ્માત
મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ હોટલ સામેથી ગેસના બાટલા ભરેલ ટ્રક લઈને વાહન ચાલક પસાર થઈ રહ્યો હતો અને તે વાહન ચાલક નશાની હાલતમાં વાહન ચલાવતો હોય અકસ્માત સર્જાયો હતો જેથી કરીને અન્ય વાહન ચાલકોએ ટ્રક ચાલકને રોકીને આ અંગેની પોલીસને જાણ કરતા પોલીસે નશાની હાલતમાં વાહન ચલાવતા વાહન ચાલકને પકડીને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીની આસપાસના વિસ્તારમાં ઓદ્યોગીક એકમ આવેલ હોવાના કારણે ટ્રક, ટ્રેલર, ડમ્પર જેવા ભારે વાહનો લઈને વાહન ચાલકો નીકળતા હોય છે જેમાંથી ઘણા વાહન ચાલકો રાત્રિના સમયગાળા દરમિયાન જ્યારે વાહન ચાલતા હોય છે ત્યારે નશાની હાલતમાં વાહન ચલાવતા હોય તેવું અગાઉ અનેક વખત સામે આવી ગયું છે તેવામાં મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ પણ ફર્ન હોટલની સામેના ભાગમાં નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ કટ પાસેથી ટ્રક નંબર જીજે 3 બીવી 9458 નો ચાલક પોતાના વાહનમાં ગેસના બાટલા ભરીને ટ્રક લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો જેથી સ્થાનિક લોકો દ્વારા નશાની હાલતમાં ટ્રક ચલાવી રહેલા વાહન ચાલકને રોડ સાઈડમાં તેનું વાહન ઊભું રાખવામાં આવ્યું હતું અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે સ્થળ ઉપર આવી હતી અને નશાની હાલતમાં ટ્રક ચલાવતા ઓસમાણભાઈ નુરમામદભાઇ સકરીયાણી (55) રહે. રેલ નગર પેટ્રોલપંપ પાછળ ખુદીરામ ટાઉનશિપ રાજકોટ વાળાને પકડીને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી.
