મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી મોરબીમાં બાઇક સાથે બાઇક અથડાવીને ઇજા થઈ હોવાનું નાટક કરીને યુવાન પાસેથી 85 હજાર રૂપિયા પડાવી લીધા ! ટંકારાના મીતાણા પાસે પવનચક્કીમાંથી 15 કિલો કેબલ વાયર-8 કિલો તાંબાની પ્લેટની ચોરી મોરબીના આંદરણા નજીક મહિલાની હત્યા, પુરાવાનો નાશ કરવા લાશને સળગાવી: મૃતક મહિલાની ઓળખ મેળવવા તજવીજ
Breaking news
Morbi Today

હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી


SHARE













હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી

હળવદની દેવળીયા ચોકડીથી આગળ સૂરવદર વાળા રોડ ઉપર યુવાન પોતાની ગાડી લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે સાયકલ વાળાને તારવવા જતાં યુવાનની ગાડી રોંગ સાઈડમાં ગઈ હતી જેથી કરીને સામેથી બાઈક લઈને આવી રહેલા શખ્સે યુવાનને ગાળો આપી હતી અને યુવાને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલ શખ્સે યુવાનને મારમારીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ધુળકોટ ગામે રહેતા લલિતભાઈ હરખજીભાઈ ભોરણીયા (46) નામના યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજેશભાઈ દેવાયતભાઈ આહીર રહે. સુરવદર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, હળવદની દેવળીયા ચોકડીથી થોડે આગળ સુરવદર વાળા રોડ ઉપરથી પોતે પોતાની ગાડી લઈને જઈ રહ્યા હતા ત્યારે સાયકલ વાળાને તારવવા જતા તેઓની ગાડી થોડી રોંગ સાઈડમાં આવી હતી અને તે સમયે સામેથી આરોપી પોતાનું બાઈક લઈને આવી રહેલ હોય તેણે ફરિયાદીને ગાળો આપી હતી જેથી ફરિયાદીએ સામે વાળાને ગાળો બોલવાની ના પાડતા તે કેરાઈ ગયો હતો અને ફરિયાદીને ઢીકા પાટુનો મારમારીને ગાળો આપી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના ઊંચી માંડલ ગામ નજીક રહેતા નિર્ભયસિંહ વરૂણસિંહ (40) નામનો યુવાન પગપાળા ચાલીને જતો હતો ત્યારે ટ્રકનું ટાયર ફાટક તેને ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટમાં રહેતો અમિતભાઈ વશરામભાઈ ડાભી (35) નામનો યુવાન લગધીરપુર રોડ ઉપર આવેલ સાયન્ટિફિક સિરામિક કારખાના પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં બીજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ઓમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તમે સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના બેલા રંગપર ગામે રહેતો સુજીત દાસ (22) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે સીડી ઉપરથી ઉતરતા સમયે પડી જવાના કારણે તેને સળીયો લાગી ગયો હતો જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

સાપ કરડી ગયો

મોરબીની મધુવન સોસાયટીમાં રહેતા હંસાબા ઇન્દુભાઇ જાડેજા (40) નામના મહિલા લાલપર પાસે આવેલ સોલો સિરામિક પાસે રાત્રિના સમયે સૂતા હતા દરમિયાન સાપ કરડી જવાના કારણે તેમને તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપોને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News