મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી


SHARE







વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી

મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકોને વીજ કનેક્શનનો જે પ્રશ્ન હતો તે ઉકેલીને આજે એકી સાથે 313 જેટલા લોકોને વીજ કનેક્શન આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. અને એક જ દિવસમાં મોરબીમાં 250 જેટલા લોકોને વીજ કનેક્શન આપવામાં આવ્યો હોય તે પણ એક નવો ઇતિહાસ બની ગયો છે.

વિકાસ સપ્તાહ અંતર્ગત જુદી જુદી જગ્યા ઉપર જુદા જુદા કાર્યક્રમો યોજાય છે ત્યારે મોરબીની આસપાસમાં જે વાડી વિસ્તાર આવેલ છે જ્યાં સતવારા સમાજના લોકો વધુ પ્રમાણમાં રહેતા હોય છે તેઓને રહેણાંક મકાનના વીજ કનેક્શન લેવા માટે થઈને છેલ્લા લગભગ ત્રણેક વર્ષથી જે પ્રશ્નો હતા તે પ્રશ્નો ઉકેલવા માટે થઈને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા દરમિયાનગીરી કરવામાં આવી હતી અને સરકારમાંથી સ્પેશિયલ મંજૂરી મેળવીને વિકાસ સપ્તાહ અંતર્ગત હાલમાં વન ઓવર વન કનેક્શન જે અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત આજે પીજીવીસીએલના એમડી કેતનભાઇ જોષી મોરબી હાજર રહ્યા હતા તે ઉપરાંત ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના અગ્રણીઓ ત્યાં હાજર રહ્યા હતા અને એકી સાથે મોરબીની જુદી જુદી વાડી વિસ્તારની અંદર રહેતા 313 જેટલા લોકોને વીજ કનેક્શન આપવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી અને મોરબીમાં એક જ દિવસમાં વાડી વિસ્તારની અંદર રહેતા 250 જેટલા લોકોને વીજ કનેક્શન આપવામાં આવ્યા છે અને બાકીના લોકોને પણ વહેલી તકે વીજ કનેક્શન મળી જશે તેવી વીજ કંપનીના અધિકારીઓએ ખાતરી આપેલ છે આ વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાતા સતવારા સમાજની અંદર પણ હર્ષની લાગણી જોવા મળી હતી






Latest News